બનાસકાંઠા: એશિયાની નંબર વન બનાસડેરીની ચૂંટણીના હવે ફોર્મ ભરવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે, એક પછી એક ઉમેદવાર બનાસ ડેરીનું ફોર્મ ભરી રહ્યા છે. ખાસ કરીને બનાસડેરીની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં મોટું રાજકારણ જોવા મળી રહ્યું છે.
હાલમાં બનાસડેરીની ચૂંટણીમાં બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન આમને સામને છે, જેના કારણે અનેક મતદારો સહેલગાહે મોકલી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યારથી બનાસડેરીની ચૂંટણી જાહેર થઇ છે ત્યારથી મતદારોને રીઝવવા માટે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન માવજીભાઇ દેસાઇ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે બનાસડેરીની ચૂંટણીનું જાહેરનાસમુ પ્રસિદ્ધ થતાની સાથે જ રાજકીય સહકારી ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે, ત્યારે 68 મતદારો ધરાવતી વાવ બનાસડેરીના ડિરેક્ટર પદે તારીખ 25 સપ્ટેમબરને 12.39 વાગ્યાના રોજ રાયમલભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી.