બનાસકાંઠાઃ જિલ્લોએ અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક હત્યા અને આત્મહત્યાના બનાવો બહાર આવી રહ્યાં છે. ક્યાંક પૈસાની લેવડ દેવડમાં હત્યા થાય છે તો ક્યાંક ન જેવી બોલાચાલીમાં હત્યા થાય છે. હાલના યુગમાં હત્યા પાછળ ખાસ પોતાના ઘરના લોકો જ હોય છે.
ડીસા તાલુકાના રતનપુરા ગામે પુત્ર અને પત્નીએ મળી કરી પતિની હત્યા બનાસકાંઠા જિલ્લામાં થઈ રહેલી હત્યાઓના કેસમાં મોટાભાગે પોતાના પરિવારના સભ્યો જ બહાર આવ્યા છે. ત્યારે જિલ્લામાં વધી રહેલા આત્મહત્યા અને હત્યાની ઘટનાઓને રોકવામાં પોલીસ પણ નિષ્ફળ નીવડી રહી છે. દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા ક્રાઈમની ઘટનાઓથી પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકડાઉન ખુલતાની સાથે જ જિલ્લામાં એક પછી એક ક્રાઈમની ઘટનાઓ બનવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે હાલ રોજ બરોજની બનતી ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડીસા તાલુકાના રતનપુરા ગામે પુત્ર અને પત્નીએ મળી કરી પતિની હત્યા બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઘોર કળિયુગની પ્રતીતિ કરાવતી ઘટના સામે આવી છે, જેમાં આધેડ પતિની પત્ની અને પુત્રએ ભેગા મળી નિર્મમ હત્યા કરી છે, ડીસા તાલુકાના રતનપુરા ગામની જ્યાં રહેતા શંકરભાઈ પરમાર ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે દરમિયાન રવિવારે બપોરના સમયે શંકરભાઈ પરમારને તેમની પત્ની શાંતાબેન સાથે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો.
જો કે, ઝઘડાથી ઉશ્કેરાઈ ગયેલા તેમના પુત્ર અને પત્ની શાંતાબેને ભેગા મળી પતિ શંકરભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો અને બાદમાં શંકરભાઈના જ ફાળિયા વડે તેમને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો અને ભીલડી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પુત્ર અને પત્નીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના રતનપુરા ગામે પુત્ર અને પત્નીએ મળી કરી પતિની હત્યા