બનાસકાંઠાઃજિલ્લાના ડીસા પાસે રસાણા કોલેજમાં અભ્યાસ (Rasana College near Deesa) કરતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી (Trapped girl in Love Trap) હતી. ત્યારબાદ તેના ભાઈ અને માતાને વશમાં કરી ધર્મ પરિવર્તન કરાવવાની ચકચારી ઘટના સામે આવી છે. જે ઘટનામાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવાનો પ્રયાસ કરતા પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ મામલે પાલનપુર પોલીસે મુખ્ય આરોપી સહિત બે શખ્સોની અટકાયત કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
યુવતીના સંપર્કમાં આવતા પરિવારને કર્યો વશમાંઆ ધર્મ પરિવર્તનની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચારી મચી ગઈ છે. આ બનાવની વિગત એવી છે કે ડીસાના આવેલી રસાણામાં કોલેજમાં અભ્યાસ કરતી નેહા સોલંકી (rasana a college girl caught in the trap) નામની યુવતી એજાજ શેખ નામના વ્યક્તિના સંપર્કમાં (Rasana College girl caught in love trap) આવી હતી. તે બાદ એજાજ નેહાના ઘરે આવવા લાગ્યો હતો. નેહાની માતા ચંદ્રિકા સોલંકી અને ભાઈ આકાશને કોઈપણ રીતે વશમાં કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.
આ પણ વાંચોરાજ્ય અને કેન્દ્ર સરકારે ધર્મ પરિવર્તન કરે તેમને અનામતનો લાભ ન મળેએ કાયદો લાવવો જોઈએ: VHP નેતા
ઝેરી પ્રવાહીથી આત્મહત્યાની કોશિશ પરિવારનો વિરોધ હોવાથી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા યુવતી સહિત ત્રણેય લોકોએ પરિવારથી અલગ રહેવાનું જણાવ્યું હતું. આ બાદમાં એજાજ શેખ આ ત્રણેયને ઇકો કારમાં લઈને ચાલ્યો ગયો હતો. તે બાદ યુવતીના પિતા હરેશ સોલંકી અવારનવાર એજાજને તેનો પરિવાર પાછો સોંપી દેવાની વિનંતી (Forced religious conversion in Gujarat) કરતા હતા, પરંતુ એજાજ તેમને પરિવાર પાછો જોઈતો હોય તો 25 લાખ રૂપિયાની ખંડણી માંગી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ (Forced to convert to Islam) કરતો હતો. વારંવાર ધર્મ પરિવર્તનની વાત સાંભળી કંટાળેલા હરેશે ગઈકાલે મોડી સાંજે પાલનપુરમાં (Palanpur Suicide Case) ઝેરી પ્રવાહી ગટગટાવીને આત્મહત્યાની કોશિશ કરી હતી. યુવતીના પિતા હરેશ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચોLetter of conversion in Kutch : લાલચ સાથે ધર્મપરિવર્તનનો પત્ર, કચ્છમાં મચ્યો ખળભળાટ
પોલીસે 2 આરોપીની અટકાયત કરી આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા. જે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસે એજાજ શેખ મુસ્તુફા શેખ, આલમ શેખ ,સત્તર હાજી અને સોહીલ શેખ સામે ફરિયાદ નોધી હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરી એજાજ શેખ અને સત્તા હાજીની ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.