ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યમાં દેશના દિગ્ગજ નેતાઓ સાથે બોલિવૂડના અનેક કલાકારોએ પણ સ્ટાર પ્રચારક તરીકે જોડાયા છે. ત્યારે ડીસા ખાતે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલની જાહેર સભામાં બોલિવૂડના પ્રસિદ્ધ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ દ્વારા પોતાના આગવા અંદાજમાં ભરપૂર કોમેડી સાથે દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિની વાતો રજૂ કરી ભાજપને મત આપવા આહવાન કરાયું હતું. રાજુ શ્રીવાસ્તવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલુપ્રસાદ યાદવ સહિત અનેક નેતાઓની મીમીક્રી કરી શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પણ ઠેકડી ઉડાડી હતી.
રાજુ શ્રીવાસ્તવે BJPનો કર્યો પ્રચાર, ડિસામાં કોમેડિયને ગુજરાતામાં લોકોને સંબોધ્યા - Election
બનાસકાંઠા: લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કાર્યો પૂર્ણ થઇ હયા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારી દીધા હતા. આ વખતે પ્રચાર પ્રક્રિયામાં બોલિવૂડના કલાકારોએ પણ ભાગ લીધો હતો. ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે બોલિવૂડના પ્રસિદ્ધ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પોતાની આગવી શૈલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટણી જીતાડવા આહ્વાન કર્યું હતું.
રાજુ શ્રીવાસ્તવનો ભાજપ માટે પ્રચાર
રાજુ શ્રીવાસ્તવે ડીસા વાસીઓને ભરપૂર મનોરંજન સાથે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા તથા ભાજપને મત આપવા અપીલ કરી હતી.