ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષોના ચૂંટણીપ્રચાર પણ હવે અંતિમ ચરણમાં પહોંચ્યા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી રાજીવ સાતવ દાંતા તાલુકાના હડાદગામે કોંગ્રેસના પ્રચાર અર્થે પહોંચ્યા હતા.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે બનાસકાંઠામાં વિશાળ જનમેદનીને સંબોધી - Gujarati News
અંબાજીઃ બનાસકાંઠા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ બનાસકાંઠાની સીટ ઉપરથી જીતે તે માટેનો પ્રચાર હડાદ ખાતે આદિવાસી લોકોની વિશાળ જનમેદનીને સંબોધી હતી.
આ પૂર્વે તેમનું સ્થાનિક લોકો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે અને આ મતવિસ્તારમાં કોઈપણ પક્ષનો રાષ્ટ્રીય નેતા પ્રચાર અર્થે આવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના મેમ્બર રુકમણી દેવી પણ ઉપસ્થિત રહી મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા.
આ પ્રસંગે રાજીવ સાતવે કહ્યું કે, “ગુજરાતમાં આશ્ચર્યજનક પરિણામો આવશે, જેમ 2017માં વિધાનસભાની સીટોમાં વધારો થયો હતો. તેથી વધુ પ્રતિસાદ આ વખતે લોકસભાની સીટો માટે મળી રહ્યો છે. હવે દેશમાં બદલાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે.” જો કે, રાહુલ ગાંધીએ પોતાની સરકાર આવે તો બિહાર અને ગુજરાત માટે અલગ બજેટ બનાવવાની કરી હતી. તેના પ્રશ્ન સામે જણાવ્યું કે, “ગુજરાત વિકાસનો મુખ્ય એજન્ડા છે. જો કે, આ 3 રાજ્યોમાં અલગ બજેટ બને તો બીજા રાજ્યમાં રોષ જોવા મળે સામે પણ તેમને ગુજરાતના એકલા વિકાસની જ વાત કરી હતી. આમ કહી તેમણે રાહુલ ગાંધીએ કરેલી વાતનો પૂરતો જવાબ આપ્યો ન હતો.