બનાસકાંઠા- બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ Rain in Banaskantha વરસ્યો છે. ગત મોડી રાત્રીથી શરૂ થયેલો ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાત્રિના સમયથી શરૂ થયેલા વરસાદના કારણે વરસાદી પાણીથી ખેતરો ભરાયાં છે તો ક્યાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ત્યારે લોકોએ ગરમીથી રાહત પણ મેળવી હતી. જિલ્લામાં ખાસ કરીને ડીસા અને દિયોદર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતરો પાણીના બેટમાં ફેરવાયા હતા. જ્યારે અનેક જગ્યાઓ પર વરસાદના કારણે મકાનો પણ ધરાશાયી થયા હતાં. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે વરસાદની ધમાકેદાર એન્ટ્રી(Monsoon Banaskantha 2022) થઈ છે તે પ્રમાણે વાવણી લાયક વરસાદથી (Plantable rain in Banaskantha)ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક લોકોને થયેલા નુકસાનના કારણે દુઃખ પણ જોવા મળી રહ્યું છે.
દિયોદરમાં 8 ઇંચ વરસાદથી પાણી જ પાણી - બનાસકાંઠા જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદમાં Rain in Banaskantha સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ દિયોદર તાલુકામાં ખાતે પડ્યો હતો. જેના કારણે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં ચારે બાજુ પાણી ફરી વળ્યું હતું. ખાસ કરીને ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે લાંબા સમય બાદ વરસાદ પડતા લોકોએ પણ રાહત (Monsoon Banaskantha 2022)અનુભવી હતી. પાણીની તંગીનો સામનો કરી રહેલો દિયોદર તાલુકો હાલ વરસાદના કારણે ખુશી અનુભવી રહ્યો છે. મોટાભાગના તમામ વિસ્તારોમાં 8 ઇંચ (8 inches in Diodar ) જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી તમામ ખેતરો વરસાદી પાણીથી (Plantable rain in Banaskantha)ભરાઈ જવા પામ્યા હતાં.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રવાસીઓ લીલાલહેર : ખાલી જળાશયોમાં નવા નીરની આવક, જાણો ક્યો ડેમ કેટલો ભરાયો
અમીરગઢ તાલુકામાં ભારે વરસાદના કારણે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા - બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં 5 ઇંચ જેટલો ચાર કલાકમાં વરસાદ Rain in Banaskantha પડતા અનેક અંડરબ્રિજમાં પાણી ભરાયા હતાં. અમીરગઢ પાસે આવેલા અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા અહીંથી પસાર થતા શાળામાં જવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમીરગઢ પાસે આવેલા અંડર બ્રિજમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા બાઈક ચાલકો અને ફોરવીલ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં. આ અંડર બ્રિજના પાણીના નિકાલ માટે અનેકવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે તેમ છતાં પણ દર વર્ષે ન જેવા વરસાદમાં જ પાણી ભરાઈ જતું હોય છે. બીજી તરફ ખેડૂતોમાં ખુશી (Plantable rain in Banaskantha) જોવા મળી હતી.