ચોરાયેલાં 57 મોબાઈલ ફોન રેલવે પોલીસે મૂળ માલિકોને પરત સોંપ્યાં - Palanpur
ચોરીની ઘટના બને ત્યારે જેની વસ્તુ ચોરાઈ ગઈ હોય તે ફરિયાદ કરે તો પણ ક્યાંકને ક્યાંક ધારી લે છે કે કદાચ તેની વસ્તુ હવે કદી પરત નહીં મળે. પણ સંયોગ ક્યારેક પોલીસના ખાતામાં સફળતા લખી દે તો મળી પણ શકે છે. પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલાં 57 મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને રેલવે પોલીસે પરત કર્યાં છે. લાંબા સમય બાદ ચોરાયેલાં કે ખોવાયેલાં ફોન મળતાં માલિકોની ખુશીનો પાર રહ્યો ન હતો.
ચોરાયેલાં 57 મોબાઈલ ફોન રેલવે પોલીસે મૂળ માલિકોને પરત સોંપ્યાં
પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં પ્રવાસીઓના ચોરાયેલાં 57 મોબાઇલ ફોન આજે રેલવે પોલીસે મૂળ માલિકોને પરત સોંપ્યાં છે. અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી મોબાઇલ પરત મળતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.