ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિની પરંપરા વિશે જાણો - અંબાજી મંદિરમાં દર્શન આરતી

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયા બાદ થતી પ્રક્ષાલનની પરંપરાગત વિધિ પૂર્ણ (Prakshalana vidhi tradition at Ambaji Temple) કરવામાં આવી હતી. વર્ષમાં આ એકમાત્ર દિવસ હોય છે જ્યારે માતાજીના તમામ શણગાર બહાર કાઢીને શુદ્ધ કરવામાં આવે છે. તેમ જ સમગ્ર મંદિર પરિસરની સફાઇ ( Cleaning of Ambaji Temple Premises) અમદાવાદના સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે.

અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિની પરંપરા વિશે જાણો
અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિની પરંપરા વિશે જાણો

By

Published : Sep 13, 2022, 9:08 PM IST

અંબાજી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાયા બાદ વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતી પ્રક્ષાલનવિધિ (Prakshalana vidhi tradition at Ambaji Temple) પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર ભાદરવી પૂનમ બાદ ચોથે કરવામાં આવે છે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહિત સમગ્ર અંબાજી મંદિર પરિસરની સાફ સફાઈ ( Cleaning of Ambaji Temple Premises ) અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ પરિવાર છેલ્લા 188 વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલાં છે.

અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર ભાદરવી પૂનમ બાદ ચોથે કરવામાં આવે છે

મંદિર પરિસરને પવિત્ર નદીઓના નીરથી ધોવામાં આવે અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિમાં (Prakshalana vidhi tradition at Ambaji Temple) મંદિર પરિસરને પવિત્ર નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીનાં શણગારના સોનાચાંદીના દાગીનાઓને મંદિરનાં પવિત્ર જળથી ધોવામાં આવે છે. આજે અંબાજી મંદિરમાં કરવામાં આવેલી પ્રક્ષાલનવિધિમાં જિલ્લા પોલીસ વડા, કલેકટર સહિત અનેત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

માતાજીના શણગારના તમામ દાગીનાની સફાઈવર્ષ દરમ્યાન આજે પ્રક્ષાલનવિધિ (Prakshalana vidhi tradition at Ambaji Temple) માટે એકજ વખત બહાર લાવવામાં આવતા માતાજીના શણગારના તમામ દાગીનાની સફાઈ કરવામાં આવે છે. આ સમયે દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાના બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તુ માતાજીના હારમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પૂતળીનો હારના નામે માતાજીને પહેરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે હમણા સુધીમા અંબાના હારમાં આજ સુધીની 189 તક્તાનો હાર માતાજી પાસે છે.

મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલનવિધિભાદરવી પૂનમનાં મેળા દરમિયાન લાખો પદયાત્રીઓ આવતાં હોય છે ત્યારે રસ્તામાં કોઇ પવિત્રતા ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી આ મંદિરની ( Cleaning of Ambaji Temple Premises ) પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલનવિધિ (Prakshalana vidhi tradition at Ambaji Temple) કરવામાં આવે છે.જે પૂર્ણ થતાં આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન આરતી (Darshan Aarti at Ambaji Temple) રાબેતા મુજબના સમયનુસાર થશે.

ABOUT THE AUTHOR

...view details