ગુજરાત

gujarat

ETV Bharat / state

થરા નગરપાલિકા લાંબા સમયથી વીજ ન ભરતા કનેક્શન કપાયું, અરજદારો અને અધિકારીઓને ભારે હાલાકી

થરા(બનાસકાંઠા): જિલ્લાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાનું ફરી એકવખત વીજ કનેક્શન કપાઈ ગયું છે. જેના કારણે પાલિકાનું કામકાજ બંધ રહેતાં અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આમ તંત્રએ સમયસર લાઈટ બીલ ન ભરાતાં અરજદારોના કામ અટકતાં તેમને વીલા મોઢે પરત જવુ પડ્યું હતું. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

By

Published : Jul 26, 2019, 2:40 PM IST

થરા નગરપાલિકાનું વીજ કનેક્શન કપાયું, અરજદારો અને અધિકારીઓને ભારે હાલાકી

કાંકરેજ તાલુકામાં આવેલી થરા નગરપાલિકામાં ફરીથી વીજ કનેક્શન કપાયું છે. થરા નગરપાલિકા પર લાખ્ખો રૂપિયાનું વીજ બીલ ચડી ગયું હતું. છતાં થરા પાલિકાએ બીલ ભરવાની દરકાર રાખી નહોતી. જેના કારણે UGVCL દ્વારા વારંવાર વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થરા નગરપાલિકાનું વીજ કનેક્શન અગાઉ પણ કપાવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી 29 લાખ રૂપિયાનું બીલ ભેગું થતાં UGVCL દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ નગરપાલિકાએ વીજ બીલ ભરવાની તસ્દી ન લેતાં વીજ કનેક્શન કાપી નખાયું છે.

થરા નગરપાલિકાનું વીજ કનેક્શન કપાયું, અરજદારો અને અધિકારીઓને ભારે હાલાકી

આમ, પાલિકાની લાલિયાવાડીના કારણે સ્થાનિકોના કામ અટકી ગયા છે. લોકો આજુબાજુના છેવાડા ગામડાઓમાંથી ભાડા ખર્ચીને દસ્તાવેજી કામ માટે આવે છે. પણ પાલિકામાં વીજળી ન હોવાથી તેમને વીલા મોંઢે પરત જવું પડે છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details