ગુજરાત

gujarat

ETV Bharat / state

રૂપિયા 500ની લાંચ લેતો વીજકંપનીનો હેલ્પર ACBના હાથે ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારની બદી ફૂલીફાલી છે.ત્યારે થોડા દિવસ અગાઉ જ એક કોન્સ્ટેબલ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો હતો.ત્યારે પાલનપુર ACBએ વધુ એક જાગૃત નાગરિકની મદદથી લાંચ લેતા વીજકંપની કર્મચારીને ઝડપી પાડ્યો છે.

પાલનપુર ACB
પાલનપુર ACB

By

Published : Feb 3, 2021, 2:06 PM IST

  • જાગૃત નાગરિકની મદદથી ACBની ટ્રેપ સફળ
  • આરોપી અમરતભાઈ બી પ્રજાપતિ, જલોતરા સબ વીજ સ્ટેશનમાં હેલ્પર તરીકે બજાવતો હતો ફરજ
  • વીજ જોડાણ પુનઃજીવીત કરવા રૂપિયા 500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો



બનાસકાંઠા : પાલનપુર ACBની ટીમને જાણવા મળ્યું હતું કે જિલ્લાના વિભિન્ન સ્થળોએ UGVCL દ્વારા કપાયેલા વીજ કનેકશનને પુન:જીવીત કરવા માટે કાયદેસરના નાણા ઉપરાંત પોતાના અંગત લાભ માટે સ્થળ પર લાંચ પેટે લેવામાં આવે છે. જેથી આવા લાંચિયાઓને ઝડપવા પાલનપુર ACB દ્વારા એક જાગૃત નાગરિકનો સહકાર લઈ છટકી ગોઠવવામાં આવ્યું હતું.

આરોપી રૂપિયા 500ની લાંચ લેતા ઝડપાયો

જે હેઠળ આ ફરિયાદીના કપાયેલા વીજજોડાણને પુનઃ જીવીત કરવા માટે તમામ કાયદેસરના નાણા પૈકી કોઈ જ ભરવાપાત્ર બાકી નહી હોવા છતાં વીજજોડાણ પુન:જીવીત કરવા સમયે જલોત્રા વીજ સ્ટેશનના હેલ્પર અમરતભાઈ બી પ્રજાપતિએ સ્થળ પર રૂપિયા 500 ની માંગણી કરી હતી.જે નાણા સ્વીકારતાં ACB પાલનપુરના પીઆઇ અને તેમની ટીમે આરોપી અમરતભાઈને રૂપિયા સાથે ઝડપી પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details