ગુજરાત

gujarat

By

Published : Jan 4, 2021, 10:07 AM IST

ETV Bharat / state

બનાસકાંઠામાં UGVCLના ડ્રાઈવરે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી પોલીસે ગાડી ડિટેઈન કરી

બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ યુજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ બેઝથી બાંધેલી ગાડીને પોલીસે ડિટેઈન કરતા વિવાદ સર્જાયો છે. ગાડીના ડ્રાઈવરે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી પોલીસે ગાડી ડિટેઈન કરી લીધી હતી.

બનાસકાંઠામાં UGVCLના ડ્રાઈવરે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી પોલીસે ગાડી ડિટેઈન કરી
બનાસકાંઠામાં UGVCLના ડ્રાઈવરે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી પોલીસે ગાડી ડિટેઈન કરી

  • બનાસકાંઠાના સરહદી સુઈગામમાં યુજીવીસીએલની ગાડી પોલીસે ડિટેઇન કરતા વિવાદ
  • સુઈગામ પોલીસે ગાડી રોકી ત્યારે ડ્રાઈવરે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાનું સામે આવ્યું હતું
  • ગાડીમાં વિદ્યુત બોર્ડના અધિકારી અને સ્ટાફ બેઠો છે તેવું ડ્રાઈવરે પોલીસને જણાવ્યું
    બનાસકાંઠામાં UGVCLના ડ્રાઈવરે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી પોલીસે ગાડી ડિટેઈન કરી

બનાસકાંઠાઃ સુઈગામમાં યુજીવીસીએલના જૂનિયર એન્જિનિયર અને વિદ્યુત બોર્ડના સ્ટાફ કામગીરી પતાવી સાંજે તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન લીંબડી ત્રણ રસ્તા પર ઊભેલી સુઈગામ પોલીસે ગાડી રોકાવી ગાડીના કાગળ માગ્યા હતા અને ડ્રાઈવરે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી પોલીસે મેમો આપી ગાડી ડિટેઈન કરવા કહ્યું હતું. જોકે, ડ્રાઈવરે ગાડીમાં વિદ્યુત બોર્ડના અધિકારી અને સ્ટાફ બેઠેલો હોવાથી ઓફિસેથી ગાડી આપવાનું જણાવ્યું હતું. બાદ જીઈબીની ઓફિસેથી શુક્રવારે સાંજે પોલીસે ગાડી ડીઈટેન કરી પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી.

બનાસકાંઠામાં UGVCLના ડ્રાઈવરે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી પોલીસે ગાડી ડિટેઈન કરી
તંત્ર દ્વારા બિનઅધિકૃત વીજ જોડાણ કાપ્યું હતું, જેની કિન્નાખોરી રખાઈ હોવાના આક્ષેપ

બનાસકાંઠાના સરહદી સુઈગામ પોલીસ સ્ટેશન પાછળ પોલીસ કવાર્ટરમાં બિનઅધિકૃત વીજ જોડાણને થોડા સમય અગાઉ સુઈગામ વિદ્યુત બોર્ડ દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું, જેની કિન્નાખોરી રાખી સુઈગામ પોલીસે યુજીવીસીએલ સરકારી કામની ગાડી ડીટેઈન કરાઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું..

ABOUT THE AUTHOR

...view details