બનાસકાંઠા : બાબરી મસ્જિદ ઘ્વંસ કેસમાં લખનઉ CBIની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપ્યો છે. જેમાં તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કોર્ટે અનેક બીજી બાબતો પણ નોંધી છે. તેના આધાર પર બાબરી કેસમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા સહિતના આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
બાબરી મસ્જિદના ચુકાદાને ધ્યાનમાં રાખી બનાસકાંઠામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - CBI સ્પેશિયલ કોર્ટ
બાબરી મસ્જિદના ચુકાદો બુધવારના રોજ લખનઉ CBIની સ્પેશિયલ કોર્ટે આપ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છાપી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
લખનઉ CBIની સ્પેશિયલ કોર્ટના જજે નોંધ્યું કે, આ ઘટના કોઈ પૂર્વનિયોજન ષડયંત્ર ન હતું. કારણ કે, તેના કોઇ પુરાવા મળ્યા ન હતા તથા ફોટો અને વીડિયોને પુરાવા તરીકે ગણી શકાય નહીં અને આ સમગ્ર ઘટના અચાનક બની હતી.
બુધવારે લખનઉ CBIની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી લઇ કોઇ અનિચ્છનિય બનાવ ન બને, તે માટે સમગ્ર દેશમાં પોલીસ એલર્ટ રાખવામાં આવ્યું હતું. ત્યારે પાલનપુરના છાપીમાં બાબરી મસ્જિદના ચૂકાદાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. છાપી હાઈવે તથા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.