ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસડેરી અને વન વિભાગ દ્વારા જેસોર અભયારણ્યમાં 6 લાખ બીજવારાનું પ્લાન્ટેશન કરાયું

એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા ઠેર ઠેર વૃક્ષારોપણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે આજે બનાસ ડેરી અને વન વિભાગની લોક ભાગીદારી થકી ઇકબાલગઢ પાસે જેસોર અભયારણ્યમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડબોલ પ્લાન્ટેશનનો કાર્યક્રમ હાથ ધરાયો હતો.જેમાં સીડબોલ થકી અલગ અલગ બે લાખ જેટલા બીજોનું પ્લાન્ટેશન કરાયું છે.

બનાસડેરી અને વન વિભાગ દ્વારા જેસોર અભયારણ્યમાં 6 લાખ બીજવારાનું પ્લાન્ટેશન કરાયું
બનાસડેરી અને વન વિભાગ દ્વારા જેસોર અભયારણ્યમાં 6 લાખ બીજવારાનું પ્લાન્ટેશન કરાયું

By

Published : Aug 20, 2021, 1:38 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીનો નવતર પ્રયોગ
  • બનાસકાંઠા જિલ્લાને હરિયાળું બનાવવા બનાસડેરી દ્વારા વૃક્ષારોપણ શરૂ
  • 13 ટીમો બનાવી 2 લાખ સીડ બોલ દ્વારા પ્લાન્ટેશન



બનાસકાંઠાઃ આ જિલ્લો આમ તો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ દિવસેને દિવસે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેના કારણે હાલમાં અનેક કુદરતી આપત્તિઓનો બનાસકાંઠા જિલ્લાવાસીઓને સામનો કરવો પડી રહ્યો છે. સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હાલમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યાથી છૂટકારો મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા ગામડે ગામડે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રામીણ વિસ્તારના લોકો પણ સહભાગી બની અને ગામમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા તમામ તાલુકાઓમાં વૃક્ષારોપણ થકી લોકોમાં જાગૃતિ આવે તે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સીડબોલ થકી અલગ અલગ બે લાખ જેટલા બીજોનું પ્લાન્ટેશન કરાયું
20 દૂધમંડળીઓના પશુપાલકો તેમજ પર્યાવરણપ્રેમીઓએ સાથે મળી વૃક્ષારોપણ કર્યુંઅરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે રીંછ અભયારણ્ય તરીકે જાણીતા અને કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ જેસોર પર્વત પોતાની પ્રાકૃતિક સૌંદર્ય માટે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં જાણીતો છે.આદિકાળથી ઋષિમુનિઓ અને સંતોમહંતોની તપોભૂમિ એવા આ જેસોર અભયારણ્યની ગિરિમાળાઓ વધુ હરિયાળી બને તે હેતુસર જિલ્લાને હરિયાળું બનાવવાની પ્રવૃત્તિમાં લાગેલી બનાસડેરી દ્વારા લોકભાગીદારી થકી અભિયાન ઉપાડાયું છે.જે થકી આજે બનાસડેરીની અલગ અલગ 20 દૂધમંડળીઓના પશુપાલકો તેમજ પર્યાવરણ પ્રેમીઓએ મળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. જે પ્રમાણે દિવસેને દિવસે વનસ્પતિની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેને અટકાવવા માટે બનાસડેરી દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે પર્વતીય વિસ્તારોમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.13 ટીમો બનાવી 2 લાખ સીડબોલ દ્વારા પ્લાન્ટેશન કરાયુંઆજે પર્વતીય વિસ્તારોમાં અલગ અલગ પર્વતીય વનસ્પતિ જેવીકે સીતાફળ, બોર, ખેર, કણજા, ખાખરા, કુમટા, ગોરસ, આંબલી,ગરમાળા, ગુંદા જેવી વનસ્પતિઓના બીજના સીડબોલ તૈયાર કરી આજે અલગ અલગ 13 ટીમો બનાવી આ સીડબોલનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું.મહત્વની વાત છે બનાસ ડેરી દૂધ ઉત્પાદનમાં તો મોખરે છે જ પરંતુ તેની સાથેસાથે ડેરી દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ પણ હાથ ધરાતી હોય છે.ત્યારે બનાસ ડેરી દ્વારા છેલ્લા બે વર્ષથી વૃક્ષારોપણ થકી જિલ્લાને હરિયાળો બનાવવાનો નિર્ધાર કરાયો છે.જે થકી જિલ્લામાં બનાસ ડેરી દ્વારા અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો હાથ ધરાતા હોય છે.ત્યારે આજે યોજાયેલા સીડ બોલ પ્લાન્ટેશન કાર્યક્રમ થકી જેસોર અભ્યારણમાં આવેલી અરવલ્લીની ગિરીમાળાઓમાં 2 લાખ સીડબોલ થકી 6 લાખ બીજવારાનું પ્લાન્ટેશન કરાયું છે. બનાસડેરીના અભિયાનને જિલ્લામાં આવકાર મહત્ત્વની વાત એ છે કે બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. જેને કારણે ખેડુતો સહિત જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે ભવિષ્યમાં જિલ્લામાં લોકોને સારો વરસાદ મળી રહે તેમજ શુદ્ધ વાતાવરણ મળી રહે તે હેતુસર બનાસ ડેરી અને વન વિભાગ દ્વારા કરાયેલી સીડબોલ પ્લાન્ટેશનની કામગીરીને પશુપાલકો સહિત જિલ્લાવાસીઓ વખાણી રહ્યાં છે.આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની અછતથી ઘાસચારાની અછત સર્જાઈ

ABOUT THE AUTHOR

...view details