ડીસા શહેરમાં છેલ્લા એક માસથી અચાનક ભૂંડો આવ્યા છે. આ ભૂંડ કોઈ છોડી ગયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણાં વર્ષોથી ડીસામાં ભૂંડો લુપ્ત થયા હતા, પરંતુ અચાનક ભૂંડોના થયેલા આક્રમણથી શહેરની જનતા પરેશાન થઈ છે. ડીસામાં ભૂંડોના લીધે થઈ રહેલા અકસ્માતોના લીધે અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ડીસામાં ભૂંડના આતંકથી લોકો ત્રાહિમામ - gujaratinews
બનાસકાંઠાઃ ડીસા શહેરમાં ભૂંડોનો આતંક વધ્યો છે. શહેરમાં અચાનક આવેલા ભૂંડોને લઈ સ્થાનિકો પરેશાન થયા છે. ડીસામાં ભૂંડોના વધી રહેલા ત્રાસથી અસંખ્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.
ડીસામાં ભૂંડના આતંકથી લોકો ત્રાહિમામ
ડીસા શહેરમાં આ ભૂંડોને કોણ છોડી ગયું છે. તેની તપાસ કરવા ઉપરાંત આ ભૂંડોને પણ તાત્કાલિક ઝડપી પાડવા અંગે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.