ડીસા શહેરમાં અનેક વિસ્તારો અત્યારે પ્રાથમિક સુવિધાનો અભાવ વેઠી રહ્યા છે. ત્યારે આજે શહેરના ચંદ્રલોક વિસ્તારના લોકો તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવની દુહાઈ લઈને પાલિકા કચેરી પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં સફાઈનો સદંતર અભાવ હોવા ઉપરાંત ભૂગર્ભ ગટરના લીધે સર્જાઈ રહેલી સમસ્યાથી પરેશાન થયેલા લોકો ડીસા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
બનાસકાંઠમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો તંત્રથી પરેશાન
બનાસકાંઠાઃ ડીસા નગરપાલિકાની કામગીરીથી શહેરના લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારના લોકો તેમની સમસ્યાને લઈ પાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે આજે શહેરના ચંદ્રલોક વિસ્તારના લોકો તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ ન હોવાના લીધે પાલિકા કચેરી પર રજૂઆત કરવા માટે ધસી ગયા હતા.
આ વિસ્તારના લોકોની માંગ છે કે, પાલિકા દ્વારા તેમના વિસ્તારની દરકાર લઈને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે. સાથે સાથે માંગ કરી છે કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની જે સમસ્યા સર્જાઈ છે તે સમસ્યા અંગે પાલિકા સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં પાલિકા દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.
આ વિસ્તારના લોકોમાં અત્યારે પ્રાથમિક સુવિધાના અભાવને લઈ પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે પાલિકા દ્વારા આ અંગે ગંભીરતા દર્શાવીને કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું...!