ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવા તળે અંધારું, ઉચ્ચ પોલીસ અધિકારીની ગાડીમાંથી આ રીતે ઝડપાયો વિદેશી દારૂ - બનાસકાંઠામાં દારૂની હેરાફેરી

બનાસકાંઠાની પાંથાવાડા પોલીસે (Panthavada Police seized liquor) અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી (liquor seized from Ahmedabad Police vehicle) પાડ્યો હતો. સાથે જ પોલીસે ગાડીના ડ્રાઈવર અને તેના ભાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવા તળે અંધારું, ઉચ્ચ પોલીસ અધિકારીની ગાડીમાંથી આ રીતે ઝડપાયો વિદેશી દારૂ
દિવા તળે અંધારું, ઉચ્ચ પોલીસ અધિકારીની ગાડીમાંથી આ રીતે ઝડપાયો વિદેશી દારૂ

By

Published : Jun 7, 2022, 9:04 AM IST

બનાસકાંઠાઃ સામાન્ય રીતે પોલીસ દારૂની ગાડીઓ પકડતી હોય છે, પરંતુ બનાસકાંઠામાં તો પોલીસની જ ગાડીમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસે અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySPની ગાડીમાંથી (liquor seized from Ahmedabad Police vehicle) વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ ગાડીનો ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી તેના ભાઈ જયેશ ચૌધરી સાથે રાજસ્થાન દારૂ ભરવા આવ્યો હતો. તો પાંથાવાડા પોલીસે (Panthavada Police seized liquor) 1,21,140 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 શખ્સની અટકાયત કરી હતી.

પોલીસની ગાડીમાં દારૂની હેરાફેરી

આ પણ વાંચો-લાખોનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, આ બોર્ડર પર વધી રહી છે આવી પ્રવૃત્તિઓ

પોલીસની ગાડીમાં દારૂની હેરાફેરી - બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી અહીં બોર્ડર પર દારૂની હેરાફેરી થતી (Alcohol smuggling in Banaskantha) હોય છે. જોકે, દારૂને ગુજરાતમાં આવતા અટકાવવા પોલીસ ફરજ બજાવી રહી છે. ત્યારે હવે પોલીસ જ દારૂની હેરાફેરી કરતા નજરે પડી રહ્યા છે. નજીવા પૈસા કમાવવા માટે આજે બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદ CID ક્રાઈમબ્રાન્ચના DySPના ડ્રાઈવરને દારૂની હેરાફેરી કરતા સોમવારે પાંથાવાડા પોલીસે ઝડપી (Panthavada Police seized liquor) પાડયા હતા.

આ પણ વાંચો-મુખમાં રામ બગલમાં છુરી : મહિલા સરપંચની ઈજ્જતનો ફાલુદો, કરે છે આવા કાંડ

આરોપીઓએ DySP રજા પર હોવાનો ફાયદો ઉપાડ્યો-પોલીસની જ ગાડીમાં દારૂ ભરી તે દારૂ રાજસ્થાનમાંથી ગુજરાત લાવવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ CID ક્રાઈમબ્રાન્ચના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી સોમવારે પાંથાવાડા પોલીસે (Panthavada Police seized liquor) 17 પેટી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદ CID ક્રાઈમબ્રાન્ચના ઈન્ચાર્જ DySP શેખ રજા ઉપર હતા. ત્યારે એમની સરકારી ગાડી લઈને તેમનો ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી તેના ભાઈ જયેશ ચૌધરી સાથે રાજસ્થાન આવ્યો હતો. આ બંને દારૂ ભરી પરત આવી રહ્યા હતા તે દરમિયાન પાંથાવાડા પોલીસે (Panthavada Police seized liquor) બંનેને ઝડપી પાડ્યા હતા.

પાંથાવાડા પોલીસે 2 આરોપીની અટકાયત કરી -DySP રજા પર હોવાથી અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સરકારી GJ 18 G 5698 નંબરની બોલેરોમાં દારૂ ભરવા રાજસ્થાન ગયો હતો. તેની સાથે એક શખ્સ પણ હતો. બંને રાજસ્થાનથી દારૂ લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસે 1,21,140 રૂપિયાની કિંમતની 294 નંગ વિદેશી દારૂની બોટલ પકડી પાડી હતી. તો હવે પોલીસે વિષ્ણુ હરિભાઈ ચૌધરી અને જયેશ નારણભાઈ ચૌધરીની અટકાયત કરી હતી. બંને ઊંઝાના રહેવાસી છે.

ABOUT THE AUTHOR

...view details