- પાલનપુરની પ્રજા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટસનું પાલન નહિ કરતા તંત્રએ લીધો નિર્ણય
- કોરોના સંક્રમણ અટકાવવા જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે પાલનપુર શહેર મામલતદારે જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી
બનાસકાંઠા: જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમાંય ખાસ કરીને પાલનપુર હોટસ્પોટ બન્યું હોય તેમ કુલ 1,300માંથી 930 કેસો માત્ર પાલનપુરમાં છે. છતાં લોકો જાહેરમાર્ગો પર માસ્ક પહેરતાં નથી તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. તેથી બુધવારે પાલનપુર મામલતદારે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી ફરજિયાતપણે લોકોએ કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવા આદેશ સાથેની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે. જે મુજબ માસ્ક પહેરવું તેમજ તમામ વેપારીઓ તેમજ દુકાનમાં આવતા ગ્રાહકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જોવાની જવાબદારી વેપારીઓની અંગત છે.
પાલનપુર મામલતદારે જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવાની નોટિસ જાહેર કરી આ પણ વાંચો :રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 13 એપ્રિલ સુધીમાં 3,811 એન્ટીજન ટેસ્ટ કરાયા
લોકો માસ્ક વિના ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે
તંત્રની સર્વેલન્સ ટીમો દ્વારા તથા તપાસણી ટીમો દ્વારા જાહેર સ્થળોએ તપાસ કરતાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતુ નથી. તેમજ માસ્ક વિના જાહેરમાં ખુલ્લેઆમ ફરતાં નજરે પડે છે, જે બાબત ખુબ જ ગંભીર છે. હોટલ, દુકાન, હોસ્પિટલ, મોલમાં સેનિટાઈઝરની વ્યવસ્થા કરવા અને આ વ્યવસ્થા સતત ઉપલબ્ધ રહે તે રીતે કાર્યવાહી સુનિશ્ચિત કરવા અંગેની જવાબદારી આપની રહે છે.
આ પણ વાંચો :પાટણ જિલ્લામાં કોરોના બેફામ, નવા 108 કેસ નોંધાયા
એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ એન. ટી. પરમારે જાહેર કરી નોટિસ
આ બાબતે સંબંધિત સત્તાધિકારી દ્વારા તપાસણી દરમિયાન કોઈ નિષ્કાળજી માલુમ પડશે તો ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ- 2005, ધી એપેડમીક ડીસીઝ એકટ હેઠળ તેમજ ઈન્ડિયન પીનલ કોડની જોગવાઈઓ હેઠળ આપની સામે તથા ગ્રાહક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેની અતિ ગંભીર નોંધ લેશો. આ બાબતની જાહેર નોટિસ પાલનપુર શહેર ઈન્સીડ કમાન્ડર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ એન. ટી. પરમારે જાહેર કરી છે. તેમ એક અખબારીયાદીમાં જણાવાયું છે.