ગુજરાત

gujarat

આંતરરાજ્ય બોર્ડરની પોલીસ ચેક પોસ્ટ બંધ કરવાથી વાહન ચાલકો બન્યા બિન્દાસ

અંબાજીઃ રાજ્ય સરકાર દ્વારા પહેલા ગુજરાતની તમામ RTO ચેકપોસ્ટ નાબૂદ કરી હવે આંતરરાજ્ય બોર્ડરની પોલીસ ચોકીઓ પણ રાતો રાત બંધ કરવાના આદેશ કર્યા છે. જેને લઈ હવે વાહન ચાલકો બિન્દાસ બન્યા છે.

By

Published : Dec 24, 2019, 3:24 PM IST

Published : Dec 24, 2019, 3:24 PM IST

POLICE CHEK POST BANDH
આંતરરાજ્ય બોર્ડરની પોલીસ ચેક પોસ્ટ બંધ કરવાથી વાહન ચાલકો બન્યા બિન્દાસ

ગતરાત્રીએ આંતરાજ્ય સરહદ પરની પોલીસ ચોકીઓ બંધ કરવાના આદેશ કરાયા બાદ અંબાજી નજીક ગુજરાત, રાજસ્થાન બોર્ડરની સરહદ છાપરી પોલીસ ચેક પોસ્ટને પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યાંના પોલીસ કર્મીઓને પણ હટાવી દેવાયા છે, જોકે હાલ વાહન ચાલકો બે ખોફ અને બેરોક ટોક અવરજવર કરી રહ્યા છે, જોકે આ ચેક પોસ્ટ બંધ કરાતા વાહન ચાલકોમાં મિશ્ર પ્રતિશાદ જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ સુરક્ષાને લઈ ચેક પોસ્ટ ચાલુ રાખવી જોઈએ તેવો મત મળી રહ્યો છે. જ્યારે, કેટલાક વાહન ચાલકો ચેક પોસ્ટ ઉપર થતો કરપ્શન બંધ થશે તેવું માની રહ્યા છે.

આંતરરાજ્ય બોર્ડરની પોલીસ ચેક પોસ્ટ બંધ કરવાથી વાહન ચાલકો બન્યા બિન્દાસ

જોકે હાલ આ ચેક પોસ્ટ ઉપર બે હોમગાર્ડ જવાન તૈનાત કરાયેલા જોવા મળી રહ્યા છે. જેઓ જણાવી રહ્યા છે કે, હાલમાં ચેક પોસ્ટ ઉપર પડી રહેલી સર સામગ્રી વાયરલેસ સેટ, સીસીટીવી કેમેરા વગેરેની રખેવાળી માટે મૂક્યા છે.

એટલું જ નહિ, અંબાજી નજીક રાજસ્થાન પોલીસ ચોકીના જવાન પણ આ બાબતે અસમજતા અનુભવી રહ્યા છે. ખરેખર જ્યાં મોટા તીર્થ સ્થળ હોય તેવી જગ્યાએ સુરક્ષાને ધ્યાનમાં લઇ કોઈ આ સામાજિક તત્વો એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવેશી ન જાય તે માટે પોલીસ ચોકી રાખવી જરૂરી માની રહ્યા છે.

હાલમાં આ ચેકપોસ્ટો બંધ કરાતા સરકાર દ્વારા ફ્લાઈંગ સ્કોડની રચના કરીને સુરક્ષા પુરી પાડવામાં આવશે તેવું જણાઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details