ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ બોર્ડર પરથી અફીણ ઝડપાયું, 4 લાખનો મુદ્દામાલ કબ્જે - Opium was catch from Suigam border

બનાસકાંઠાના ભાભર પાસેથી રવિવારના રોજ અફીણના રસ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. વાહન ચેકિંગ દરમિયાન ખાનગી કારમાંથી સવા બે કિલો અફીણનો રસ ઝડપાતા પોલીસે ગાડી અને અફીણના રસ સાથે ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ બોર્ડર પરથી અફીણ ઝડપાયું
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ બોર્ડર પરથી અફીણ ઝડપાયું

By

Published : Aug 24, 2020, 4:14 AM IST

બનાસકાંઠાઃ જિલ્લામાંથી ફરી એકવાર અફીણના રસ સાથે એક શખ્સની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. ભાભર પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન સુઈગામ સર્કલ પાસેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી કાર શંકાસ્પદ જણાતા તેને રોકાવાની કોશિશ કરી હતી, પરંતુ કાર ચાલક પોલીસને જોઇને ત્યાંથી નાસી છૂટયો હતો.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ બોર્ડર પરથી અફીણ ઝડપાયું

પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી કાર ચાલકને આંતરીને ઝડપી પાડયો હતો અને કારની તપાસ કરતા તેમાંથી 2.200 કિલોગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. પોલીસે અફીણના રસ સાથે કારચાલકની અટકાયત કરી હતી. જ્યારે 3 મોબાઈલ, અફીણનો રસ સહિત કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સરહદી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ બોર્ડર પરથી અફીણ ઝડપાયું

બનાસકાંઠા જિલ્લામાંથી વારંવાર માદક દ્રવ્યોની હેરાફેરી સામે આવી રહી છે અને છેલ્લા ચાર મહિનાની અંદર 5મી વખત અફીણના છોડ, અફીણનો રસ કે ચરસની હેરાફેરી જેવી દેશવિરોધી પ્રવૃત્તિને પોલીસે ઝડપી પાડી છે.

સરહદી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ બોર્ડર પરથી અફીણ ઝડપાયું

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં પોલીસ હજી વધુ સક્રિય બને અને આવી પ્રવૃતિઓને અટકાવી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવુ જિલ્લાવાસીઓ ઇચ્છી રહ્યા છે.

સરહદી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ બોર્ડર પરથી અફીણ ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details