ડીસાઃ હાલમાં ધીમે-ધીમે સમગ્ર વિશ્વભરમાં જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. એક તરફ ભારત સરકાર અને ગુજરાત સરકાર જંગલોનો વિનાશ થતા અટકે તે માટે વરસે દહાડે મોટા મોટા કાર્યક્રમો યોજે છે. તો બીજી તરફ લોકો નજીવા પૈસા કમાવવા આડેધડ વૃક્ષોને કાપી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારમાં મોટા ઉદ્યોગો માટે જંગલોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે દિવસેને દિવસે જંગલોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
ડીસા તાલુકાના કંસારી ગામે એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું - One thousand trees were planted
ડીસા તાલુકાના કંસારી ગામે આવેલી સ્મશાન ભૂમિ પર સોમવારે ગામલોકો દ્વારા 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
હાલમાં ઓછી થઈ રહેલી વૃક્ષોની સંખ્યાના કારણે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષોનું જતન ન થતા તમામ વૃક્ષો ઉછેરતા નથી. જેના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલા વૃક્ષારોપણના કાર્યક્રમો સફળ થયા નથી.
ડીસા તાલુકાના કંસારી ગામે આવેલ સ્મશાન ભૂમિ પર સોમવારના રોજ કંસારી ગામના લોકોએ 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું, આ લોકોનું માનવું છે કે દિવસેને દિવસે જે પ્રમાણે વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેના કારણે વરસાદમાં પણ ઓછો થઇ રહ્યો છે. જેના કારણે આવનારા સમયમાં જો વૃક્ષો નહીં રહે તો વિશ્વમાં લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે ત્યારે સોમવારના રોજ ડીસા તાલુકાના કંસારી ગામના લોકોએ ગામમાં આવેલ ભૂમિ પર સફાઇ કરી અને 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું.