- ડીસામાં વર્ષોથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાનો નિકાલ
- કરોડોના ખર્ચે ડીસા શહેરમાં ગુજરાતનો નંબર-1 બ્રિજ બનાવાયો
- બ્રિજના કામકાજ દરમિયાન સરકારી જમીનનો ઉપયોગ કરતા 66 લાખનો દંડ
- દંડ ન ભરતા ડીસાના સ્થાનિક જાગૃત નાગરિકે નોંધાવી ફરિયાદ
- ડીસા ખાતે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ (elevated bridge)બનાવવામાં આવ્યો
બનાસકાંઠા: ડીસા શહેરને આમ તો વર્ષોથી વ્યાપારી મથક માનવામાં આવે છે. જેને લઇ બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ડીસા શહેરમાં આવે છે. સતત લોકોની અવર-જવર રહેતા દિવસ ભર ડીસા શહેરમાં મોટી સંખ્યામાં વાહનોની અવર-જવર થતી હતી. જેથી ડીસાના હાઈવે વિસ્તાર પર રોજેરોજ કલાકો સુધી ચક્કાજામ સર્જાતું હતું. અને આ ટ્રાફિકમાં વાહન ચાલકોએ કલાકો સુધી ફસાઈને રહેવું પડતું હતું તેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા આ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્થાનિક લોકોએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં અનેકવાર ઔર ભેજ માટે રજૂઆત કરી હતી જેથી લોકોની રજૂઆતને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડીસા શહેરમાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Accident In Deesa : Elevated bridge પર ટ્રેલરે Laborersને અડફેટે લેતા 1નું મોત, 5 ઇજાગ્રસ્ત
ડીસા ઓવરબ્રિજ વિવાદ
બનાસકાંઠાના ડીસા ખાતે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના કામકાજ દરમિયાન નીકળેલા કાટમાળને ટી સી ડી ગ્રાઉન્ડ પાસે આવેલા સરકારી જમીનમાં નાખવામાં આવ્યો હતો. જોકે સરકારી જમીનના ઉપયોગ માટે આ કન્સ્ટ્રકશન કંપનીના સંચાલક દ્વારા કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી અને ગેરકાયદેસર રીતે આ કાટમાળ સરકારી જમીનમાં નાખવામાં આવ્યો હતો. જે મામલે ડીસાના જાગૃત નાગરિક કમલેશ ભાઈ ઠક્કર દ્વારા મામલતદાર કચેરીએ ફરિયાદ કરવામાં આવી હતી.