ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાઃ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે નવા વર્ષને લઈ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો - Banaskantha MP Parbat Patel

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલી ગાયત્રી વિદ્યાલય ખાતે નવા વર્ષને લઈને બુધવારે સ્નેહમિલન કાર્યક્રમ તેમજ બનાસડેરીના ડિરેક્ટરનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.

થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે નવા વર્ષને લઈ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે નવા વર્ષને લઈ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

By

Published : Nov 18, 2020, 10:43 PM IST

  • થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
  • બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
  • શંકર ચૌધરી અને સાંસદે જિલ્લાવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

બનાસકાંઠાઃ જિલ્લાના થરાદમાં આવેલી ગાયત્રી વિદ્યાલયમાં નવા વર્ષને લઈને બુધવારે સ્નેહમિલન કાર્યક્રમ તેમજ બનાસડેરીના ડેરીના ડિરેક્ટરનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.

થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે નવા વર્ષને લઈ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

દૂધ ઉત્પાદકોને નવા વર્ષની શુભકામના

આ કાર્યક્રમમાં શંકર ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે જિલ્લાવાસીઓને અને દૂધ ઉત્પાદકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેદ સિંહ ચૌહાણ, જીવરાજ પટેલ, માવજી પટેલ તેમજ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે નવા વર્ષને લઈ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

જિલ્લાનો એક પણ નથી પ્રધાન

આ સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં એક પણ ધારાસભ્ય પાસે પ્રધાન પદ નથી, ત્યારે જો બનાસકાંઠાના કોઈ ધારાસભ્યને અથવા સાંસદ સભ્યને પ્રધાન પદ આપવામાં આવે તો બનાસકાંઠાનો હજુ વધુ વિકાસ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details