ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં દુર્ગાવાહિની આયામ મહિલાઓ દ્વારા નવરાત્રિની અનોખી ઉજવણી કરાઈ

કોરોના વાઈરસની મહામારી વચ્ચે સરકાર દ્વારા નવરાત્રિમાં ગરબા રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ડીસા ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દુર્ગા વાહિની આયામ મહિલાઓ દ્વારા નાની બાલિકાઓની પૂજા અર્ચના કરી નવરાત્રિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

ડીસામાં દુર્ગાવાહિની આયામ મહિલાઓ દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ
ડીસામાં દુર્ગાવાહિની આયામ મહિલાઓ દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ

By

Published : Oct 22, 2020, 3:50 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિની અનોખી ઉજવણી
  • નવ દિવસ સુધી નાની બાળકીઓની કરવામાં આવે છે પૂજાઅર્ચના
  • કોરોના વાઈરસના કારણે ગરબા રમવા પર પ્રતિબંધ

    બનાસકાંઠાઃ ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે નવરાત્રિ. ગુજરાતીઓ દેશ-વિદેશના કોઈ પણ ખૂણે હોય પરંતુ નવરાત્રિ આવે એટલે દેશ-વિદેશના કોઈ પણ ખૂણે ગુજરાતી નવરાત્રિના નવ દિવસ સુધી ગરબે ઝૂમી ઉઠે છે. દર વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ નવરાત્રિના એક મહિના પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરી નવરાત્રિના નવ દિવસ સુધી મા અંબેની ભક્તિમાં લીન થઈ ગરબે ઘૂમતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાઈરસની મહામારીના કારણે નવરાત્રિ ઉજવવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ સાથે મળી ગરબે રમે છે. જેમાં કારણે કોરોના વાઇરસની સંક્રમણ વધવાની શક્યતાઓ જોવા મળતી હતી. જેથી આ વર્ષે નવરાત્રી જેવા ગુજરાતીઓમાં સૌથી મોટા તહેવાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેના કારણે આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ નિરાશ જોવા મળી રહ્યાં છે.
    વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દુર્ગા વાહિની આયામ મહિલાઓ દ્વારા કાર્યક્રમ
  • બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિની અનોખી ઉજવણી

    બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે મા અંબાના ભક્તો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યાં છે. ક્યાંક લોકો મા અંબાની આરતી કરી ઉજવણી કરી રહ્યાં છે તો ક્યાંક લોકો ભજન ગાઈ અને નવરાત્રિની ઉજવણી કરી રહ્યાં છે. સરકારની ગાઈડ લાઇન મુજબ હાલ બનાસકાંઠા જિલ્લામાં લોકો પોતાના ઘરમાં જ મા અંબેના ગરબા રમી ઉજવણી કરી રહ્યાં છે.
    મહિલાઓ દ્વારા ડીસાની અલગ અલગ શેરીઓમાં જઈ નવદુર્ગા સમાન નવ નાની બાળકીઓની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે

  • નવ દિવસ સુધી નાની બાળકીઓની પૂજાઅર્ચના

    બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી જૂના ગણાતાં લાલચાલીના ગરબા આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યાં છે અને સરકારની ગાઈડ લાઇન મુજબ 1 કલાકમાં આરતી કરી મા અંબેની ભક્તિ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવતા ડીસા ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિસદ પ્રખંડ દુર્ગાવાહિની આયામ મહિલાઓ દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીના નવે નવ દિવસ સુધી આ મહિલાઓ દ્વારા ડીસાની અલગ અલગ શેરીઓમાં જઈ નવદુર્ગા સમાન નવ નાની બાળકીઓની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. સૌ પ્રથમ તમામ મહિલાઓ દ્વારા મા અંબાની ભક્તિભાવ સાથે પૂજા કરવામાં આવે છે અને જે બાદ નાની બાળકીઓનું સન્માન કરી આ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
    નાની બાલિકાઓની પૂજા અર્ચના કરી નવરાત્રીની અનોખી ઉજવણી

ABOUT THE AUTHOR

...view details