આ મંદિરનાં મુખ્ય ભટ્ટજી મહારાજ દ્વારા આ ઘટસ્થાપનની નવ દિવસ સુધી અખંડ પુજા કરવામાં આવશે. આમ તો, વર્ષ દરમીયાન ચૈત્રી અને આસો માસમાં નવરાત્રી મનાવવામાં આવે છે, પણ આસો મહીનાની નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. જ્યાં ખેલૈયાઓ પણ ચાચર ચોકમાં ગરબાની રમઝટ રમી માતાજીની આરાધના કરતાં હોય છે. જો કે, આજે ઘટસ્થાપનમાં વાવવામાં આવતાં જવારા નવ દિવસ કેટલા ઉગે છે તેના પરથી વર્ષનો કેટલો વિકાસ કેટલો થશે તેનો અંદાજ પણ નિકળતો હોય છે.
યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી પ્રારંભ, પ્રથમ નવરાત્રીએ મંગલા આરતીમાં મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિકો - Establishment of Mataji
અંબાજીઃ આદ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી, ત્યારે ખેલૈયાઓ જેની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પાવન પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આજે પ્રથમ નોરતું હોવાથી યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુંઓની ભારે ભીડ ઉમટી હતી અને અંબાજી નીજ મંદિરમાં વૈદીક મંત્રોચ્ચારથી ઘટ્ટસ્થાપન કરવામાં આવ્યુ હતું.
પ્રથમ નવરાત્રીની પહેલી મંગળા આરતીનો હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર નવરાત્રી દરમિયાન પહેલી નવરાત્રીની અંબાજીની મંગળા આરતીને વિશેષ મહત્વ આપવામાં આવતું હોય છે. આરતી દરમિયાન કેટલાક ભક્તો ભારે ભાવુક બની માતાજીની આરતીનો લ્હાવો લેતા નજરે પડ્યા હતા અને અંબાજી મંદિરમાં જય અંબે બોલ મારી જય જય અંબેના નાદથી ગુંજ્વા લાગ્યું હતું. એક બાજુ આજે અંબાજીમાં પ્રથમ નોરતાએ ઝરમર વરસાદ શરૂ થઇ જતા ભાવિક ભક્તો પણ મંગળા આરતીના દર્શન કર્યા બાદ માતાજીને પ્રાર્થના કરી નવ દિવસ વરસાદ ખમૈયા કરે તેવી પણ પ્રાર્થના કરી હતી.