પાયલટ, ડૉકટર ડાન્સિંગ ક્ષેત્ર દરેક ક્ષેત્રમાં સ્ત્રી આગળ છે. આજની સ્ત્રી મલ્ટીટેલેન્ટેડ થઈ ગઈ છે. ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ હોય કે પછી ભારતની સ્ટાર શટલર પી.વી સિંધુ સ્વિટ્ઝર્લેન્ડમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019નાં ફાઇનલમાં સિંધુએ જીત હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે.
આજે 29 ઓગસ્ટ એટલે ભારતના મહાન રમતવીર દયાનચંદ્ર મેજરનો જન્મ દિવસ છે. આજે મેજર દયાનચંદ્રના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતભરમાં તમામ જગ્યાઓ પર અલગ અલગ રમતો રમી ઉજવણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાની એક એવી શાળા છે. જેમાં દીકરાઓ કરતા દીકરીઓ રાષ્ટ્રીય કક્ષાએ વધારે રમી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ એસ સી ડબ્લ્યુ સ્કૂલની. આ શાળામાં વ્યાયામ શિક્ષકો દ્વારા શાળામાં અલગ અલગ રમતમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વિદ્યાર્થીનીઓને પણ તૈયાર કરવામાં આવે છે.
આ શાળામાં ધોરણ 1 થી 12 સુધીમાં 500 થી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. જેમાં 200 થી પણ વધુ દીકરીઓ અલગ અલગ રમતો સાથે જોડાયેલી છે. જેમાં આ શાળામાંથી અત્યાર સુધી 50 થી પણ વધુ દીકરીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી રમી ચુકી છે. ત્યારે આજના દિવસે આ શાળાને ખરેખર યાદ કરવામાં આવે તો કઈ નવાઈ નહીં કારણ કે, આ શાળાએ અત્યાર સુધી 200 થી પણ વધુ વિદ્યાર્થીનીઓ રમત માટે તૈયાર કરેલ છે.
દીકરીઓ રમત-ગમતમાં દિકરાઓ કરતા મોખરે આજે આપણો દેશ રમત-ગમતમાં આગળ વધી રહ્યો છે. જેમાં દીકરાઓની સાથે સાથે હવે દીકરીઓ પણ રમત-ગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલ એસ સી ડબ્લ્યુ શાળામાં દીકરીઓ ભણતરની સાથો સાથ આજે રમત ગમતમાં પણ આજે બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરેલ છે. શાળાની દીકરીઓ જણાવી રહી છે કે, આજે અમે પણ દિકરાઓની જેમ જ રમત રમી દેશ અને અમારા જિલ્લાનું નામ રોશન કરીશું.