પાલનપુરઃ વાત છેે બનાસકાંઠાના ડીસા પાસે આવેલા નાનકડા એવા રાણપુર ગામમાં રહેતા યુવા ખેડૂત કનવરજી વધાણીયાની. જેમણે આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે. કનરવજી સામાન્ય ખેડૂત છે, પણ તેઓ કંઈક અલગ કરી આવક બમણી કરવા મથામણ કરી રહ્યા હતા, ત્યારે ડીસા કેવીકેના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવી કાપ પદ્ધતિ અપનાવી શિયાળામાં ચોરાફળીનું વાવેતર કર્યું છે. પ્રથમ તો બે વર્ષ નુકસાન કર્યું પણ હિંમત ન હારી અને ત્રીજા વર્ષે પણ શિયાળામાં ચોરાફળીનું વાવેતર કરતા સફળતા મળી અને એટલું જ નહીં પણ ખુબ જ સારા ભાવે વેચાણ પણ થયું.
ડીસાના ખેડૂતનું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ, જાણો શા માટે થઇ આ ખેડૂતની પસંદગી - ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ
બનાસકાંઠાના ડીસા નજીક એક નાનકડા ગામના યુવા ખેડૂતે સમગ્ર દેશમાં નામના મેળવી છે. આ ખેડૂતે આધુનિક અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી ઇન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે અને સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે.
શિયાળામાં ચોરાફળીનું વાવેતર કરનારા દેશના પ્રથમ ખેડૂત બનેલા અને આવક પણ ખુબ જ થતા બિયારણ એક ખાનગી કંપનીએ કનવરજીને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી તેના ફોટા બિયારણ કંપનીએ પેકીંગ પર મુક્યા છે. જે બાદમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો પણ આ સફળ ખેતી જોવા કનવરજીના ફાર્મ પર આવતા થયા ત્યારે વૈજ્ઞાનિક દ્વારા પણ તેઓને સમગ્ર દેશમાં નામના મેળવે તે માટે ઇન્ડિયા બુકમાં રજિસ્ટ્રેશન કરાવતા તેઓ દેશના પ્રથમ ખેડૂત તરીકે માન્ય રાખી ઇન્ડિયા બુકમાં સ્થાન આપ્યું છે.
આ બાબતે કનવરજીએ જણાવ્યું હતું કે, શિયાળામાં ચોરાફળીનું વાવેતર કરવું અઘરું હોવા છતાં મને સફળતા મળી છે. આ સાથે મોદી સાહેબનું સ્વપ્ન હતું કે, ખેડૂતની આવક બમણી થયા તે આ રીતે ખેતીથી થઈ શકે છે.
બનાસકાંઠા વિસ્તાર આમ તો પાણી વગરનો ગણાતો હતો, પંરતુ હવે બનાસકાંઠાના ખેડૂતો અલગ-અલગ રીતે ખેતીમાં સફળતા મેળવી રહ્યા છે, ત્યારે કનવરજી વાધણીયાએ પણ આવક બમણી કરી દેશના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.