રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ ગુજરાતીઓ માટેનું સૌથી વધુ પસંદ કરનારુ પર્યટક સ્થળ છે. અહીં દર વર્ષે હજારો સહેલાણીઓ ફરવા માટે જતા હોય છે અને નક્કી લેકમાં બોટીંગની મજા માણવાનું ચૂકતા નથી. ત્યારે ગત વર્ષે ઓછા વરસાદના કારણે નક્કી લેકમાં પાણી ઓછું હોવાથી ફરવા માટે જતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી હતી, પરંતુ આ વર્ષે સારા વરસાદથી નખ્ખી તળાવ ઓવરફ્લો થયો છે.
માઉન્ટ આબુમાં આવેલ નક્કી તળાવ ઓવરફ્લો - gujarati news
માઉન્ટ આબુઃ ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલ માઉન્ટ આબુમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. જેથી આબુમાં આવેલ નક્કી તળાવ ઓવરફ્લો થયું છે. બે વર્ષ બાદ નક્કી તળાવ ઓવરફ્લો થતા સહેલાણીઓમાં આનંદ છવાયો છે.
nakki lake
ભારે વરસાદના પગલે માઉન્ટ આબુના પહાડી વિસ્તારો પર પણ લીલીછમ ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે. જ્યારે મોટાભાગના ઝરણાઓમાં પણ ખળખળ પાણીથી વહી રહ્યા છે. આ વર્ષે સારો વરસાદ થતાં સહેલાણીઓ પણ વધારો થયો છે.
Last Updated : Sep 5, 2019, 12:34 PM IST