ગુજરાત

gujarat

ETV Bharat / state

Modern bus stand in Gujarat: અંબાજીમાં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા કરોડોની મંજૂરી છતાં મુસાફરોને ભારે હાલાકી - ગુજરાતમાં આધુનિક બસ સ્ટેન્ડ

યાત્રાધામ અંબાજીમાં પણ આધુનિક બસ સ્ટેન્ડ બનાવા માટે સરકારે કરોડો રૂપિયાની (Modern bus stand in Gujarat)મંજૂરી આપી છે. છતાં પ્રવાસીઓને જે હાલાકી ભોગવવી પડી રહી છે તે જાણો.

Modern bus stand in Gujarat: અંબાજીમાં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા કરોડોની મંજૂરી છતાં મુસાફરોને ભારે હાલાકી
Modern bus stand in Gujarat: અંબાજીમાં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા કરોડોની મંજૂરી છતાં મુસાફરોને ભારે હાલાકી

By

Published : Feb 21, 2022, 8:35 PM IST

બનાસકાંઠાઃ ગુજરાતમાં એસટી નિગમના અનેક બસ સ્ટેન્ડ નવા અને આધુનિક બન્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ આધુનિક બસ સ્ટેન્ડ બનાવા માટે સરકારે કરોડો રૂપિયાની (Modern bus stand in Gujarat)મંજૂરી આપી છે. છતાં નવું બસ સ્ટેશન ન બનતા ડ્રાઈવર કંડક્ટર સહિત પ્રવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

અંબાજીમાં આધુનિક બસ સ્ટેન્ડ

બસ સ્ટેશન તોડી પાડવાની કામગીરી શરૂ

યાત્રાધામ અંબાજીમાં 1971માંબસ સ્ટેશનનું નિર્માણ(Gujarat ST Corporation ) કાર્ય કરાયું હતું. જે 50 વર્ષ બાદ જર્જરિત અને જોખમી બનતા સરકાર દ્વારા તેને 8 મહિના પહેલા ડિમોલેશન કરી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. હાલ હંગામી કેબિનો ઉભા કરી બસ સ્ટેશન સંચાલનની કામગીરીકરવામાં આવે છે. જેને લઈને બસ સ્ટેશનમાં સુવિધાના અભાવે અનેક પ્રવાસીઓ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ડ્રાઈવર અને કંડકટરોને ભારે હાલાકી

અંબાજી રાજ્યનું નહીં પણ દેશભરનું મોટી શક્તિપીઠ માનવામાં આવે છે. જ્યાં અન્ય રાજ્યનું વાહનવ્યવહાર( Ambaji Bus Stand )પણ ચાલતું હોય છે અને સેંકડો કિલોમીટરની મુસાફરી બાદ રાત્રી રોકાણ અંબાજી(Banaskantha Yatradham Ambaji) કરવાનું થતું હોય છે. પણ છેલ્લા 8 મહિનાથી બસ સ્ટેશનનું મકાન તોડી પડાતા ડ્રાઈવર કંડકટરો રાત્રી દરમિયાન રજળી પડે છે. અંબાજીની ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિ રૂમ ન આપતા હોવાથી ડ્રાઈવર કે કંડક્ટરને એસટી બસમાં જ રાત ગુજારવી પડે છે જયારે એસટી બસોમાં મહિલા કંડક્ટરો પણ હોવાથી મોટી મુશ્કેલીઓ ભોગવવી પડે છે.

આ પણ વાંચોઃયાત્રાધામ અંબાજીમાં બસ સ્ટેન્ડની હાલત જર્જરિત

અન્ય સ્થળે ખસેડવાનું વિવાદ ઉભો થયો

50 વર્ષ બાદ જર્જરિત અને જોખમી બનતા સરકાર દ્વારા તેને 8 મહિના પહેલા ડીમોલેશન કરી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. જોકે હાલ તબક્કે એસટી બસ સ્ટેશનની જગ્યાની વિવાદ ચાલતા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યાં તે જગ્યા ઉપર બસ સ્ટેશન બનાવવા માટે સરકારે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી દેવાઈ છે. જોકે હાલની બસ સ્ટેશન વાળી જગ્યા ઉપર બસ સ્ટેશન ન બનાવી અન્ય સ્થળે ખસેડવાનો વિવાદ ઉભો થયો છે અને બીજી જગ્યા એ બસ સ્ટેશન બાંધવાની બાબતને લઈ 8 મહિના જેટલો લાંબો સમય ખેંચાયો છે.

સ્થાનિક વેપારીઓ ઉપર અસર

અંબાજીમાં રાત્રી દરમિયાન 600 કિલોમીટરની દૂરથી 50 જેટલી રાત્રી રોકાણ વાળી બસો આવતી હોવાથી 100 ઉપરાંત ડ્રાઈવર કંડક્ટરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને દૂરથી આવતા યાત્રિકોને પણ બસ સ્ટેશનનું પાકું મકાન ન હોવાથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી તાકીદે બસ સ્ટેશનના નવીન મકાનનું બંધ કામ શરૂ થાય તેવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે. હાલ તબક્કે અંબાજી બસ સ્ટેશન હયાતવાળી જગ્યા એથી બસ સ્ટેશન ખસેડી જૂની હોસ્પિટલ વાળી જગ્યાએ ખસેડવાની હિલચાલ જોવા મળી રહી છે. જેને લઈ બજારના વચ્ચેથી બસ સ્ટેશન ખસેડાતા આગામી સમયમાં સ્થાનિક વેપારીઓ ઉપર પણ મોટી અસર પાસે તેવું લાગી રહ્યું છે. બસ સ્ટેશન અન્ય સ્થળે ખસેડાતા આગામી સમયમાં સ્થાનિક વેપારીઓ ઉપર પણ મોટી અસર પાસે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃSpace for ST Depot : નવસારીના ગણદેવીમાં જૂની મામલતદાર કચેરીની જગ્યાએ એસટી ડેપો બનાવવા રજૂઆત

ABOUT THE AUTHOR

...view details