બનાસકાંઠા: દિયોદરના સણાદર ખાતે રવિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવશે છે, ત્યારે વાવના ધારાસભ્ય, પ્રભારી મંત્રી, બેરોજગાર વિદ્યાર્થીઓ પડતર પશ્રોને પગલે વિરોધ કરશે.
વાવના ધારાસભ્ય ગેનીબેન વિદ્યાર્થીઓ સાથે કાળા વાવટા ફરકાવી CMનો વિરોધ કરશે - ન્યુઝ ઓફ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં રવિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવશે. ત્યારે વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોને લઇને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શન કરશે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મુખ્યપ્રધાન સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરશે. જેમાં બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઈશ્વર પરમારે ભાભર, દિયોદર અને સુઈગામના 240 જેટલા બેરોજગાર વિદ્યાર્થીઓને એકેડેમિકની તાલીમ માટે નદીસર મોકલ્યા હતા. પરંતુ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કલેકટરને સુચના આપી હતી કે, આ બેરોજગાર વિદ્યાર્થીઓની તાલીમ રદ કરાવવી. જેવા ગંભીર આક્ષેપો ગેનીબેન ઠાકોરે કર્યા છે. તેમજે રવિવારે દિયોદરના સણાદર ખાતે બનાસડેરીના પ્લાન્ટના ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.