ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં મોબાઈલ એપ દ્વારા મતદાર યાદીમાં સુધારો કાર્યક્રમ યોજાયો - banaskantha news

બનાસકાંઠાઃ ગુજરાત સરકારના નવા આવેલા ચૂંટણીના નિયમ મુજબ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને મોબાઈલ એપ દ્વારા લોકો વધુમાં વધુ ચૂંટણી યાદીમાં સુધારો કરે તે માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર

By

Published : Sep 2, 2019, 2:18 AM IST

હવે મતદાર યાદીમાં કોઈ ભૂલ હશે તો તમે આંગળીના ટેરવે 5 ભૂલ સુધારી શકો છો. ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. જે તમારા એન્ડ્રોઇડ મોબાઈલમાં પ્લેસ્ટોરમાં જઈને વોટર હેલ્પલાઇન નામની એપ ડાઉનલોડ કરી તમે તમારા અને પરિવારના મતદાર યાદીમાં નામ, ફોટો તેમજ કોઈપણ ભૂલ સુધારો જાતેજ કરી શકો છો.

મતદાર યાદી
જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા મતદાર યાદી સુધારણાની એપને ખુલ્લી મૂકવામાં આવી હતી. 1 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી આ એપ દ્વારા મતદાર યાદીમાં સુધારા વધારા કરી શકાશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠક્કર, પ્રાંત અધિકારી એ.ડી.જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની એપ મારફતે મતદાર યાદીમાં કોઈપણ વ્યક્તિ તેના મતદાર યાદીમાં સુધારો કરી શકશે અને વધુમાં વધુ લોકો આ એપ મારફતે મતદાર યાદીમાં સુધારણા કરે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details