ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના વધુમાં વધુ યુવાનોને રોજગાર અનુબંધ કાર્યક્રમમાં જોડવા જિલ્લા કલેકટરે યોજી બેઠક - બનાસકાંઠા ન્યૂઝ

રાજ્યના 1 લાખ યુવાનોને રોજગારી આપવાનો અનુબંધ કાર્યક્રમ આગામી સમયમાં રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને અનુબંધ કાર્યક્રમ અને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.

જિલ્લાના વધુને વધુ યુવાનોને રોજગારી અપાવવા કલેક્ટરે યોજી બેઠક
જિલ્લાના વધુને વધુ યુવાનોને રોજગારી અપાવવા કલેક્ટરે યોજી બેઠક

By

Published : Mar 16, 2021, 7:16 PM IST

  • રાજ્યના 1 લાખ લોકોને રોજગારી આપવા આગામી સમયે રાજકોટમાં થશે કાર્યક્રમ
  • જિલ્લાના વધુને વધુ યુવાનોને રોજગારી અપાવવા કલેક્ટરે યોજી બેઠક
  • યુવાનોને ITIની મુલાકાત લેવડાવી ટેક્નિકલ શિક્ષણ માટે પ્રેરિત કરવા કલેક્ટરની હાંકલ

બનાસકાંઠા: જિલ્લા રોજગાર સમિતિની બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, વિવિધ રોજગાર ભરતી મેળાઓ અને એપ્રેન્ટિસ યોજનામાં જિલ્લામાં ખુબ સારી કામગીરી થાય છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ITIની મુલાકાત લઇ વિવિધ ટ્રેડ અંગે જાણકારી મેળવે તથા સ્કીલ ડેવલોપમેન્ટના કોર્ષ કરી રોજગારી મેળવે તે દિશામાં પણ ચર્ચા વિચારણા આ બેઠકમાં કરાઈ હતી.

આ પણ વાંચો:રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન મેળવશે રોજગારલક્ષી તમામ માહિતી આંગળીના ટેરવે

સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા પ્રયત્નો

અનુબંધ કાર્યક્રમમાં GIDC, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની મહત્તમ ખાલી જગ્યાઓ મેળવી તેની નોંધણી કરાવી યુવાનોને રોજગારી આપવી એ આ રાજ્યવ્યાપી કાર્યક્રમનો ઉદેશ્ય છે. અનુબંધ કાર્યક્રમ અંતર્ગત રોજગાર ખાતા દ્વારા વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવશે અને યુવાનો તથા નોકરીદાતાઓની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે.

આ પણ વાંચો:અરવલ્લીમાં જિલ્લા કલેક્ટર દ્વારા રોજગાર વેબિનારનું આયોજન કરાયું

ABOUT THE AUTHOR

...view details