- સુઇગામ બોર્ડર પર સિવિલ એક્શન પ્રોગ્રામનું આયોજન
- મેડીકલ કેમ્પ અને યુવાનોને રમત કીટનું વિતરણ કરાયું
- BSF દ્વારા દર વર્ષે યુવાનો અને ગ્રામીણ વિકાસ માટે કરવામાં આવે છે અવનવા કાર્યક્રમો
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ ખાતે દર વર્ષે BSF દ્વારા યુવાનો અને ગ્રામીણ વિકાસ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં 25 જાન્યુઆરીના રોજ BSF દ્વારા સિવિલ એક્શન પ્રોગ્રામ અંતર્ગત બોર્ડર વિસ્તારના ગામડાઓના યુવાનોના વિકાસ માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સિવિલ એક્શન પ્રોગ્રામ અંતર્ગત મેડીકલ કેમ્પ અને યુવાનોને રમતગમત કીટનું વિતરણ કરાયું યુવાનનોને વિવિધ પ્રકારની કીટનું વિતરણ કર્યું
બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ ખાતે BSF દ્વારા યુવાનોને રમતગમત કીટનું વિતરણ કરવામાં આવ્યો હતો. જેમાં ફ્રીજ, એસી, કુલર, ગાદલા વગેરેની BSF 63 બટાલીયન દ્વારા સુઈગામ આરોગ્ય હોસ્પિટલમાં 4 લાખથી વધુની વસ્તુઓ આપવામાં આવી હતી.
સુઈગામ આરોગ્ય હોસ્પિટલમાં કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠાના સરહદી સુઈગામ આરોગ્ય હોસ્પિટલમાં BSF દ્વારા કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુઇગામ મામલતદાર પ્રવીણદાન ગઢવી સુઈગામ PSI એચ. ડી. વાઢેર તાલુકા હેલ્થ જનકસિંહ બોડાણા તેમજ સુઈગામ સરપંચ સહિત ગામના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.