સમાજમાં કુરિવાજો દૂર થાય અને સમાજમાં જાગૃતિ આવે તે આશયથી હવે દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે લગ્ન જેવા પ્રસંગોમાં મંદી દરમિયાન ખર્ચ ઘટે અને નાના પરિવારના લોકો પર આર્થિક બોજ ન પડે તે આશયથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ હેતુથી ડીસા ખાતે માલગઢ પરબડી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
માલગઢમાં 20મો સમુહ લગ્ન સંપન્ન, 41 નવવધુઓએ પ્રભુતામાં પગલા પાડ્યા - complete
બનાસકાંઠા: જિલ્લાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના ૨૦માં સમુહ લગ્ન માલગઢ ગામમાં યોજાયા હતાં. આ સમુહ લગ્ન સમારોહમાં ૪૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. જેમાં હજારોની સંખ્યામાં હાજર માળી સમાજના લોકોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન બાદ સામાજિક કાર્યક્રમો પણ યોજાયા હતાં.
માલગઢમાં 20મો સમુહ લગ્ન સંપન્ન
આ સમૂહ લગ્નોત્સવમાં ૪૧ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે માળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં માળી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.