ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોને કરોડોનું નુકશાન - મુશળધાર વરસાદ

ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના ગામડાઓના લોકોને પણ મોટું નુકસાન થયું છે. ડીસા તાલુકાના કંસારી ગામમાં પાણી ભરાઇ જતા મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ વાવેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ખેડૂતોને કરોડોનું નુકશાન થયું છે.

Banaskantha
બનાસકાંઠા

By

Published : Aug 25, 2020, 8:02 AM IST

બનાસકાંઠા: જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા છે. સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, અનેક ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે, તો ગામમાં પણ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઇ જતા લોકોના જાન-માલને ભારે નુકસાન થયું છે.

વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન

ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂતોની પણ આ જ પરિસ્થિતિ છે, અહીંના ખેડૂતોએ પોતાના ખેતરમાં આવેલ મગફળી, બાજરી, તલ સહિતના પાકો નાશ થયા છે. પાકના નુકશાને કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે કે, અહીંના મોટા ભાગના ખેતરો પાણીના વહેણમાં આવેલા છે. જેના કારણે દર વર્ષે અહીંના ખેતરોની આ જ હાલત થાય છે. આ વખતે પણ ડીસા તાલુકામાં સામાન્ય વરસાદ ત્રણથી ચાર ઇંચ જેટલો થયો છે, પરંતુ આટલા સામાન્ય વરસાદમાં પણ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોને કરોડોનું નુકશાન

કંસારી ગામના મોટાભાગના ખેતરોમાં 8થી 10 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના કેટલાક ખેડૂતોએ તો જાતે જ દેશી હોડી બનાવી દીધી છે. જેના કારણે ભારે વરસાદ થાય તો તે હોડીનો ઉપયોગ કરી પોતાના ખેતરોમાં કે ગામમાં અવર-જવર કરી શકાય છે.

ખેતરો બેટમાં ફેરવાયા

દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ફુવારા તેમજ ખેતીના ઓજારો તણાઇ જાય છે, ત્યારે તણાઈ ગયેલી વસ્તુઓને પાછી લાવવા માટે અને અવરજવર માટે અહીંના ખેડૂતો દેશી હોડીનો ઉપયોગ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details