ડીસા/બનાસકાંઠા: હાલમાં હિંદુ ધર્મનો સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસના એક મહિના દરમિયાન ભગવાન ભોળાનાથના ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ પૂજા અર્ચના કરે છે. પવિત્ર શ્રાવણ માસમાં ભારતભરમાં આવેલe અનેક પૌરાણિક મંદિરો એક મહિના દરમિયાન ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને છેલ્લા દિવસે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે હોમ હવન પણ યોજવામાં આવે છે, ત્યારે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને લઇ બનાસકાંઠા જિલ્લામાં પણ અને પૌરાણિક મંદિરોમાં રોજેરોજ ભક્તો દ્વારા ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે સમગ્ર વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. આ મહામારીની અસર ભારતભરમાં સ્થાપિત થયેલા ભગવાન ભોલેનાથના મંદિરો પર પણ જોવા મળી રહી છે. કોરોના વાઇરસની મહામારીના કારણે ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના ભક્તો મંદિરોમાં ઓછી કરવા માટે આવે છે અને જે મંદિરોમાં આવે છે, તે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને પૂજા અર્ચના કરે છે.
ડીસા શહેરમાં પસાર થતી બનાસ નદીના કિનારે અનેક પૌરાણિક મંદિરોમાં ભગવાન ભોલેનાથના વસેલા છે. આ પૌરાણિક મંદિરો કંઈકને કંઈક ઇતિહાસ સાથે જોડાયેલા છે, ત્યારે જૂના ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીના કિનારે વીડી ગામ વસેલું છે. જ્યાં 1000થી પણ વધુ ખેડૂત પરિવાર વસવાટ કરે છે. જ્યાં આજથી 150 વર્ષ પહેલાં પ્રવીણભાઈ શાખલાના દાદા પીરાજી સાખલા પોતાના ખેતરમાં કુંવાનું ખોદકામ કરી રહ્યાં હતાં. ત્યારે આ કૂવામાંથી ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાની મૂર્તિ મળી આવી હતી. જેથી તેમના દાદા પીરાજી સાખલાએ મૂર્તિને બહાર નીકાળી આ જગ્યા પર ભગવાન ભોળાનાથના મંદિરની સ્થાપના કરી હતી.