ગુજરાત

gujarat

ETV Bharat / state

આ પુત્ર છેલ્લા 20 વર્ષથી પિતાનું ઋણ ચુકવે છે કંઈક આવી રીતે... - debt

બનાસકાંઠા: જિલ્લાના જગાણા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. જ્યાં એક વ્યક્તિ દ્વારા છેલ્લા 20 વર્ષથી અવિરતપણે અભ્યાસ કરતા બાળકોને તીથીભોજન આપવામાં આવે છે. આ વ્યક્તિ ક્યા કારણથી આ શાળામાં તીથીભોજન આપે છે, તે જોઈએ વિશેષ અહેવાલમાં...

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 5:42 PM IST

આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પૈસા કમાવામાં જ વ્યસ્ત છે, ત્યારે આજે પણ કેટલાક એવા વ્યક્તિ છે, જેઓ મોટા-મોટા દાનપુણ્ય કરતા હોય છે. આવી જ એક વ્યક્તિ બનાસકાંઠામાં જોવા મળીછે. કેટલાક વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે પોતાના માતાપિતાથી અલગ રહેતા હોય છે. ત્યારે બનાસકાંઠાના જગાણા ગામમાંઆવેલી પ્રાથમિક શાળામાં ભગવાનભાઈદ્વારા અવિરતપણે 20 વર્ષથી બાળકોને તીથીભોજન આપવામાં આવે છે.

આધુનિક યુગમાં આ પુત્ર પિતાનું ઋણ ચૂકવે છે કંઈક આવી રીતે

ભગવાનભાઈના પિતા જગાણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. તેમની યાદમાં ભગવાનભાઈ દ્વારા આ શાળાના બાળકોને તીથીભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળોકને અભ્યાસમાં જરૂરિયાત વસ્તુઓ પણ ભગવાનભાઈ દ્વારા પૂરી પાડવામાં આવેછે.

આ અંગે ભગવાનભાઈએ જણાવ્યું હતું કે, જે માતાપિતાએ મોટું દુ:ખ સહન કરીને બાળકોને મોટા કર્યા હોય, તે માતાપિતાને ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં. ઉપરાંત તેઓ હંમેશા ખુશ રહે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details