ગુજરાત

gujarat

ETV Bharat / state

એક જ પરિવારના 4 સભ્યની હત્યા બાદ હત્યારા પિતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

બનાસકાંઠા: જે પિતાએ પરિવારને મોટો કર્યો તે જ પિતાએ આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસના કારણે પરિવારની ઘાતકી હત્યા કરી છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામમાં એક સાથે ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પિતા પણ અત્યારે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આગથળા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 21, 2019, 5:26 PM IST

લાખણી તાલુકાના કુડા ગામે એક સાથે ચાર લોકોની હત્યા થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. કુડા ગામની સીમના ખેતરમાં રહેતા કરશનભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. આ પરિવાર અગાઉ કેશરસિંહ ગોળીયા ગામે રહેતો હતો. પરંતુ ત્યાં જમીન વેચ્યા બાદ તેઓ પરિવાર સાથે કુડા ગામ આવ્યા હતા. કરશનભાઈએ 21 લાખ લોકો પાસેથી વ્યાજે નાણાં લાવ્યા હતા. જે બાદ આર્થિક ભારણ અને કડક ઉઘરાણીથી તેઓ ત્રસ્ત થઈ ચૂક્યા હતા. અગાઉ પણ તેઓએ પોતાની મોંઘી જમીન વેચી દેવું ચૂકતે કર્યું હતું. પરંતુ ત્યાર બાદ ફરી દેવું થઈ જતા તેઓ જીવનથી કંટાળી ગયા હતા. જેના કારણે તેઓએ ગુરુવારની રાત્રે પોતાના પરિવારના સભ્યોની તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો છે. મોતને ઘાટ ઉતાર્યા બાદ જે વ્યાજખોરો હતા તેના નામ અને 21 લાખ રકમ પણ ભીંત પર લખવામાં આવ્યા છે.

એક જ પરિવારના 4 સભ્યની પિતાએ હત્યા કરી

ચાર લોકોની હત્યાના સમાચાર મળતા ગામ લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ પણ સમગ્ર મામલે ઊંડી તપાસની માંગ કરી છે. જે વ્યાજખોરોના કારણે આ પરિવારને તેના પિતાએ મોતને ઘાટ ઉતાર્યો તેમની સામે તપાસ થઈ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં આગથળા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો. પોલીસે ચારે મૃતદેહ તેમજ ઘાયલને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં 21 લાખ નાણાં મામલે તેઓએ કંટાળી જઈ હત્યા કરી તેવી બાબત પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. ચાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના પિતાએ પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી.

પોલીસ અત્યારે પિતાએ હત્યા કરી હોવાની બાબત સ્વીકારી રહી છે. પરંતુ ભીંત પર લખાયેલા નામ અનેક સવાલો ઉભા કરે છે. ત્યારે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસમાં શું બહાર લાવે છે.

એકજ પરિવારના મૃતકોના નામ ઉકાજી પટેલ (પુત્ર), સુરેશ પટેલ (પુત્ર), અણવીબેન પટેલ (પત્ની),ભાવના પટેલ (પુત્રી),કરશન પટેલ (પિતા,ઇજાગ્રસ્ત) અને જ્યારે હત્યા મામલે ભીંત પર લખેલા કેટલાક શંકાસ્પદ નામમા મફાજી સોનાજી, નાગજી સોનાજી, હડમતજી, હેમરાજ સોનાજી ,રમેશજી,મફાજી,કાલુસિંહ મદારજી,રેવરદ મફાજી, પાટસિંહ જબરસિંહ

ABOUT THE AUTHOR

...view details