થરાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના થરાદ (PM Modi visits Gujarat) ખાતેથી 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્તની જાહેરાત કરી હતી. મોરબીની દુર્ઘટનાને લઈને વડાપ્રધાને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જે ધટનાને લઈને રોડ શો અને સ્વાગત સહિતના કાર્યક્રમો રદ કરીને વિકાસ કામોનું ખાતમૂર્હત કર્યું હતું. (Khatmuhurt in Tharad)
મોરબીને કર્યું યાદ થરાદથી વડાપ્રધાન મોદી જણાવ્યું કે, ગુજરાત આજે શોકમાં ડૂબેલું છે. દેશવાસીઓ ખૂબ દુઃખી છે. મોરબીમાં બનેલી દુર્ઘટનામાં પોતાના પરિવારજનો, સ્વજનો, નાના ભૂલકાં ગુમાવ્યા છે. પીડિત પરિવારજનો સાથે આપણી સૌની સંવેદનાઓ છે. માં અંબાની ધરતી પરથી લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, રાહત અને બચાવ કામમાં કોઈ કસર રાખવામાં નહિ આવે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને એમની સરકારના પ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ રાહત બચાવમાં જોડાયેલા છે.(PM Modi visits Tharad)
મન મજબૂત કરીને આવ્યો વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, લોક કલ્યાણના કામો હોઈ તેથી મન મજબૂત કરીને આવ્યો છું. થરાદ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત માટે પાણી કેટલું મહત્વનું છે એમ જણાવતા વડાપ્રધાને જળ પ્રકલ્પના આ 8000 કરોડના વિકાસ કામોથી ઉત્તર ગુજરાતના 6 જિલ્લા અને 1000 કરતા વધારે ગામોમાં 2 લાખ હેકટર કરતા વધુ જમીનને સિંચાઇની સુવિધાનો લાભ મળશે. ખેતી, પશુપાલન, ડેરી, બાગાયત, સિંચાઇ સહિતની વિવિધ યોજનાથી બનાસકાંઠાનો વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.(PM Modi Khatmuhurat in Tharad)
ગોબર ધન યોજનાવધુમાં જણાવ્યું હતું કે, કિસાન સન્માન નિધિ, વન ધન યોજના ખેડૂતોને બેન્ક લોન સહિતની યોજનાઓથી ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધે એવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ખાતરના ભાવોની અસમાનતાથી મૂંઝવણમાં રહેતા ખેડૂતોની મૂંઝવણના અંત માટે તેમજ ખેડૂતોનો પાક પીળો ન પડી જાય એ માટે હવેથી ફર્ટિલાઈઝર ભારત ના નામે આપવામાં આવશે.ખાતરની જે બોરી 2000 રૂપિયાથી વધુ કિંમતની છે એ 260 રૂપિયામાં ખેડૂતોને આપવામાં આવશે. પશુઓના ગોબરમાંથી ખેડૂતો પશુપાલકો કમાઈ કરી શકે એ માટે ગોબર ધન યોજના અમલી બનાવવામાં આવશે.(Tharad Khatmuhurt Announcement)
હવે ગુજરાતમાં વિમાન બને છે વધુમાં જણાવ્યું હતું કે, ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચાઈમાં બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. જિલ્લાના ઊંચાઈવાળા ભૌગોલિક વિસ્તાર એવા વાવ, સુઇગામ, કાંકરેજ સહિતના વિસ્તારમાં માં નર્મદા મૈયાના નીર પહોંચાડવામાં આવશે. મુક્તેશ્વર ડેમ અને કરમાવત જેવા તળાવો ભરવામાં આવશે. જેથી આ વિસ્તારોની પાણીની સમસ્યા કાયમી દૂર થશે. પહેલાં ગુજરાતમાં સાઇકલ બનતી ન હતી હવે વિમાન બને છે. (PM Modi announces scheme from Tharad)
કોંગ્રેસ પર પ્રહાર વડાપ્રધાને થરાદથી કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસે અખબારોમાં જાહેરાત આપે છે. પણ સરદાર સાહેબનો ફોટો નહિ, સરદાર સાહેબનું નામ નહિ, તમે સરદાર સાહેબને તો જોડો પછી દેશ જોડવાનું કામ કરજો. ગુજરાત સરદાર સાહેબનું આવું અપમાન ક્યારેય સહન નહીં કરે. સરદાર પટેલના રસ્તે, સરદાર પટેલના આશીર્વાદથી ગુજરાતને વિકાસની દિશામાં આગળ લઈ જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. (Tharad PM Modi visits)
આ યોજનાઓનું ખાતમુહૂર્ત થયું
કસરા-દાંતીવાડા પાઇપલાઇન
• નર્મદા મુખ્ય નહેરમાંથી કસરા (તા. હારીજ, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન.
• બનાસકાંઠાના 74 અને પાટણના 32 ગામોના કુલ 7500 હેક્ટર વિસ્તારને લાભ મળશે – અંદાજીત લાભાર્થી - 4200 ખેડૂત.
• અંદાજીત ખર્ચ 1566 કરોડ
ડીંડરોલ – મુક્તેશ્વર પાઇપલાઇન
• ડીંડરોલ (તા. સિધ્ધપુર, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન.
• બનાસકાંઠાના 25 અને પાટણના 5 ગામોના કુલ 3000 હેક્ટર વિસ્તારમાં લાભ – કુલ અંદાજે લાભાર્થી 1700 ખેડૂત
• અંદાજીત ખર્ચ રૂ. 191 કરોડ
સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી
• બનાસકાંઠામાં 22 ગામોના પિયત વિસ્તારને સિંચાઈ સુવિધા પુરી પાડવા માટે નવી ડિસ્ટ્રીબ્યુટરી બનાવવાની યોજના.
• ડિસ્ટ્રિબ્યુટરની લંબાઈ 34 કિમી.
• 14700 હેક્ટર વિસ્તારમાં ફાયદો – અંદાજીત લાભાર્થી 7500 ખેડૂત.
• અંદાજિત ખર્ચ: 88 કરોડ
કાંકરેજ દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની યોજના
• અહીં સંગ્રહ ક્ષમતા વધારવાના કાર્યો કરવામાં આવશે.
• 100 ગામડાઓને ફાયદો મળશે - અંદાજીત લાભાર્થી 3.02 લાખ
• અંદાજિત ખર્ચ : 13 કરોડ
6000 કરોડથી વધુના ખર્ચે અન્ય વિકાસકાર્યોની જાહેરાત
સુજલામ સુફલામ નહેર સુધારણાના કામો