ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં કરાટે કોચ દ્વારા 4,000 બાળાઓને કરાટેની તાલીમ આપવાનું આયોજન - Suraksha setu

મહિલા સશક્તિકરણની વાત હોય કે પછી મહિલાને આત્મરક્ષણની વાત હોય સરકાર મહિલાઓની સુરક્ષાને લઈ સતત ચિંતા કરતી રહેતી હોય છે. હાલના સમયમાં મહિલા હોય કે બાળકી હોય ઘરથી બહાર નીકળે તો તેના વાલી ભારે ચિંતા અનુભવતા હોય છે. તેવા લોકોને ચિંતામુક્ત કરવા ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિવિધ કાર્યક્રમો આપી રહી છે.

બીડી મહેતા કન્યા વિદ્યાલયમાં કરાટેની તીલીમ
બીડી મહેતા કન્યા વિદ્યાલયમાં કરાટેની તીલીમ

By

Published : Feb 21, 2021, 9:05 PM IST

  • જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત કરાટેની તાલીમ
  • 7 દિવસની આ તાલીમ કેમ્પ શરૂ કરવામાં આવી
  • 4,000 જેટલી બાળાઓને કરાટેની તાલીમ આપવા આયોજન

બનાસકાંઠા : અંબાજીમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી 4000 જેટલી વિદ્યાર્થીનીઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત કરાટેની તાલીમ આપવાની શરૂ કરાઈ છે. બાળાઓ જયારે ઘરેથી નીકળી શાળાએ જતી હોય કે પછી શાળાથી ઘરે આથવા કોઈ અસામાજિક તત્વો દ્બારા રંજાડ થાય ત્યારે વિદ્યાર્થિની પોતે પોતાનું જાત રક્ષણ કરી શકે તે માટે અંબાજીની કન્યાશાળામાં 7 દિવસની આ તાલીમ કેમ્પ શરૂ કરવામાં આવી છે. જેને લઈ શાળાના આચાર્ય પ્રભાવિત જ નહીં પણ સરકારની આ કામગીરીને વખાણી રહ્યા છે. છોકરીઓ આત્મરક્ષણ કરવા સક્ષમ બનશે તેવો ભાવ પણ બતાવી રહ્યા છે. જો કે, હાલ આ કરાટે કોચિંગ માત્ર 7 દિવસનું જ હોવાથી સરકાર અને જિલ્લા પોલીસ વડા તાલીમ કેમ્પનો સમય વધારવા તેમજ અવારનવાર તાલીમ આપતા રહેવા માગ કરાઈ રહી છે.

કરાટેની તાલીમનું આયોજન

2,000 જેટલી બાળાઓને તાલીમ આપી દેવામાં આવી

બનાસકાંઠા જિલ્લામાં કરાટે કોચ દ્બારા 4,000 જેટલી બાળાઓને કરાટેની તાલીમ આપવા આયોજન કરાયું છે. જેમાં 2,000 જેટલી બાળાઓને તાલીમ આપી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના અન્ય વિસ્તારોની શાળાઓમાં 2,000 જેટલી બાળાઓને તાલીમ આપવાનો હાલ ચાલુ છે. ચોક્કસપણે આ કરાટેની તાલીમ લીધા બાદ વિદ્યાર્થિનીઓ પોતાનું રક્ષણ કરવામાં સક્ષમ બની શકશે તેમ માની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details