ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા માર્કેટયાર્ડમાં બટાકાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો - ડીસામાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર

બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં બટાટાની જાહેર હરાજી શરૂ(Public auction of potatoes at Deesa Market Yard) થઈ ગઇ છે, જોકે બટાકામાં સ્કેપ તેમજ પાછોતરો સુકારો નામનો રોગ આવવાના કારણે પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોના ચેહરા પર ચિંતાના વાદળો છવાયા હતા.

ડીસા માર્કેટયાર્ડમાં બટાકાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો
ડીસા માર્કેટયાર્ડમાં બટાકાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો

By

Published : Jan 23, 2022, 6:07 PM IST

ડીસા : ડીસામાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે ચાલુ વર્ષે પણ ડીસામાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર(Large scale planting of potatoes in December) થયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને બટાકાના પુરતા ભાવ ન મળતા ભારે નુકસાન વેઠવાનો વારો(Huge losses to farmers who do not get adequate price of potatoes) આવી રહ્યો છે. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવીને પણ બટાકાનું વાવેતર કર્યું હતું ત્યારે આ વર્ષે દર વર્ષ કરતાં બટાકાના વાવેતરમાં પણ વધારો જોવા મળ્યો હતો.

ડીસા માર્કેટયાર્ડમાં બટાકાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો

ખેડૂતોને પુરતા ભાવ ન મળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો

ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજીની શરૂઆત થઈ ગઈ છે. ડીસાના આજુબાજુ પંથકના ખેડૂતો બટાકાના વેચાણ માટે ડીસા માર્કેટયાર્ડમાં આવતા હોય છે. હરાજીમાં બટાકાના ભાવ રુપિયા 100થી 200 પ્રતિ 20 કિલોના છે. આ ભાવથી ખેડૂતો નારાજ છે, ગત વર્ષે ભાવ રુપિયા 220થી વધુના હતા. કમોસમી વરસાદના કારણે બટાટાનું ઉત્પાદન ઘટયું છે અને જેના કારણે બજારોમાં પણ ખેડૂતોને હાલમાં ભાવ મળતા ન હોવાના કારણે ફરી એકવાર ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ડીસા માર્કેટયાર્ડમાં બટાકાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો

સરકાર પાસે સહાયની કરી માંગણી

આ વખતે ડીસા તેમજ આજુબાજુના વિસ્તારમાં કુલ 62,000 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું છે. માર્કેટમાં 100 રૂપિયાથી પણ નીચે પ્રતિ મણ બટાકા વેચાઈ રહ્યા છે, જ્યારે ભાવમાં રૂપિયા 200થી વધુ પ્રતી મણ બટાકા વેચાય તો જ ખેડૂતોને પરવડે તેમ છે. બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોને અત્યારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે.

ડીસા માર્કેટયાર્ડમાં બટાકાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો

આ પણ વાંચો :Onion season Start: ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની સીઝન થઈ શરૂ

આ પણ વાંચો :Agriculture Minister Raghavji Patel : યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે

ABOUT THE AUTHOR

...view details