બનાસકાંઠા : જિલ્લામાં પણ આજદિન સુધી વિદેશમાંથી આવેલા 244 પ્રવાસીઓને ટ્રેક કરવામાં આવ્યા છે. જે પૈકી 171 પ્રવાસીઓનું ૧૪ દિવસનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થયેલ છે. 59 પ્રવાસીઓ અંડર ઓબ્ઝર્વેશનમાં છે અને 14 પ્રવાસીઓ અન્ય જગ્યાએ માઈગ્રેટ થયેલ છે. તેમજ 6 પ્રવાસીઓમાં લક્ષણો જોવા મળતા તેમનું લેબોરેટરી પરીક્ષણ કરાવવામાં આવેલ છે. જેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.
કોરોના વાઈરસથી બચવા બનાસકાંઠા જિલ્લામાં આઈસોલેશન વોર્ડ શરૂ કરાયા - latestgujaratinews
બનાસકાંઠા જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન આજી આરોગ્ય વિભગ દ્વારા વધુ બે આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.
કોરોના અસરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પાલનપુર સીવિલ હોસ્પીટલ ખાતે 20 બેડનો આઈસોલેશન વોર્ડ તેમજ અંબાજી સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે 10 બેડ, ડીસા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે ૧૦ બેડ અને થરાદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે પણ આઈસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લામાં થરાદ અને ડીસા ખાતે 2 જગ્યાએ 60 બેડની ક્ષમતા ધરાવતા કોરેન્ટાઈન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે
કોરોના અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે આશા વર્કરો સુધી તમામને તાલીમ પણ આપી સજ્જ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિભાગોમાં કાર્યરત સફાઈ કામદારોને કોરોના સંદર્ભે પોતાના અને લોકોના રક્ષણ માટે સાવચેતી રાખવા તાલીમ આપવામાં આવી છે. તેમજ જાહેર સ્થળોએ થૂંકનાર વ્યકિતઓ પાસેથી 1.16 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.