બનાસકાંઠા: દેશભરમાં હાલમાં કોરોના વાઈરસના કારણે સમગ્ર વિશ્વ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. કોરોના વાઈરસના કારણે વિશ્વમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને 21 દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે ભારત દેશમાં કોરોના વાઈરસની અસર મોટા ભાગે ઓછી જોવા મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાઈટ બંધની અપીલને ડીસાવાસીઓએ આપ્યું સમર્થન રવિવારે 5મી એપ્રિલના દિવસે કોરોના વાઈરસ સામેની લડાઈમાં જીત મળે તે માટે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 9 વાગે 9 મીનીટ માટે દરેક ઘરોમાં દિવા, મીણબત્તી અને મોબાઈલની લાઈટ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાઈટ બંધની અપીલને ડીસાવાસીઓએ આપ્યું સમર્થન ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અનુસાર લોકો દિપક માટેની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે. રાત્રે બરાબર 9:00 તમામ શહેરો અને ગામડાઓમાં વીજપુરવઠો બંધ કરી દિપક પ્રગટાવવામાં આવ્યો હતો. જેથી કોરોના સામેની લડાઈમાં તમામ લોકોમાં રહેલી એકતાના દર્શન થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાઈટ બંધની અપીલને ડીસાવાસીઓએ આપ્યું સમર્થન તમામ લોકો શહેરમાં રહેતા હોય કે, પછી ગામડામાં હોય, ખેતર પર હોય કે ફ્લેટમાં તમામ જગ્યાએ અને ખાસ કરીને મંદિરોમાં પણ લોકો દીવો કે મીણબત્તી પ્રગટાવી એકતા અને અખંડિતાના દર્શન કરાવ્યા હતા.