- બનાસકાંઠા જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેર પહેલા બાળકોમાં જોખમ
- ચોમાસાની ઋતુ બદલાતાં બીમારીમાં વધારો
- નાના બાળકોમાં શરદી તાવ ખાસી ની બીમારીમાં વધારો
બનાસકાંઠા: ડીસા શહેરમાં કોરોનાવાયરસની મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા જે બાદ હવે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા શહેરમાં એક બાદ એક ઋતુ બદલાતાં બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કોરોનાવાયરસની ત્રીજી લહેર પહેલા હાલમાં બીમારીનું પ્રમાણ વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. સતત વાયરલનું પ્રમાણ વધતાં હાલમાં સરકારી હોસ્પિટલો તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ બીમાર દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.
બાળકોમાં વધેલા વાઇરલ ફ્લૂના કેસમાં વધારો
દેશ આગામી સમયમાં આવનારી સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યો છે તેવામાં અચાનક બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફ્લૂના કેશોમાં વધારો થતાં સરકારમાં ચિંતા વધી ગઈ છે.વર્તમાન સમયમાં નાના બાળકોમાં તાવના કેસો વધી ગયા છે.અને મોટાભાગે દશ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ બિમારીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ડીસા શહેરમાં પણ સરકારી હોસ્પિટલમાં હાલમાં રોજના 200થી પણ વધુ નાના બાળકો બીમાર સામે આવી રહ્યા છે સતત વધતાં જતાં બાળકોના બીમારીના કારણે હાલમાં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : 'મને યોગ્ય સપોર્ટ મળ્યો હોત તો હું વર્લ્ડ ન. 01 હોત' : બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા
સમાન લક્ષણ
આ અંગે તબીબો પણ જણાવી રહ્યા છે કે અત્યારે વાઇરલ ફ્લૂ ધરાવતા નાની ઉંમરના બાળકો સારવાર માટે વધારે આવી રહ્યા છે.. અને વર્તમાન સમયમાં જે રીતે વાઇરલ ફ્લૂના કેશોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વાઇરલ ફ્લૂ અને કોરોના વાઇરસના લક્ષણો સમાનતા ધરાવતા હોવાથી લોકોએ આ બાબતે ગંભીરતા રાખવી જરૂરી છે અને બાળકોમાં તાવ અને શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર માટે લઈ જવું જેથી કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેરથી બચી શકાય.