જિલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ખેડૂતો સ્થિથિ કફોડી બની છે. પહેલા કમોસમી વરસાદ પછી ઈયળનો અને તીડનો આંતક તેમજ અપૂરતા પાણીના પ્રશ્નો. આ તમામ સમસ્યાના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને બનાસકાંઠામાં ખેડૂતોને આ સમસ્યાઓના કારણે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જેથી થરાદ ખાતે કાર્યરત કિસાન સંઘ સમિતિના હોદ્દેદારો દ્વારા આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
થરાદમાં કિસાનસંઘે વિવિધ માંગણીઓને લઈ નાયબ કલેકટરને આપ્યું આવેદન - બનાસકાંઠા જિલ્લા કલેક્ટર
બનાસકાંઠાઃ જિલ્લામાં એક પછી એક આવતી કુદરતી સમસ્યાના કારણે ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યાં છે. જેથી ખેડૂતોએ પોતાની વિવિધ માંગણી લઈ નાયબ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.
ખેડૂતોની સ્થિતિ વિશે વાત કરતાં કિસાન સંઘ સભ્યએ જણાવ્યું હતું કે, "થરાદ વિધાનસભા તાલુકામાં 135 ગામો આવેલા છે. થરાદ તાલુકો કાયમી વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર છે. થરાદ તાલુકામાંથી નર્મદા નહેર નીકળે છે. જેમાં 28 ગામડાઓ કમાન્ડમાં આવે છે. બાકીના 97 ગામના વિસ્તારવાળો એરીયા નર્મદા નહેરના પાણીથી વંચિત છે. આ વિસ્તારનાં ભુગર્ભ જળ ફલોરાઇડ વાળા ઉડા તળ અને કાંઈમી પાણીની અછત વાળો વિસ્તાર હોવાથી ખેડૂતોને ખેતી કરવા માટે પાણી મળતું નથી. બીજા વિસ્તારોની જેમા આ વિસ્તારમાં પણ પશુપાલન અને ખેતી જેવા વ્યવસાય સાથે સંકળાયેલો છે. ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી ખેડૂતોના વિવિધ સવાલોની સાથે આજે થરાદ નાયબ કલેક્ટર કચેરીએ કિસાન સંઘ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું."
આમ, કિસાન સંઘ સમિતિના સભ્યએ ખેડૂતોની સમસ્યાના નિવારણ અને તેની માગને વહેલી તકે પૂરી કરવાની રજૂઆત કરી છે. સાથે જ ખેડૂતો આર્થિક રીતે પર પગભર થઈ શકે તે માટે ચોક્સ નીતિ ઘડવા માટે જણાવ્યું છે.