- ધાનેરમાં ચેરમાં પૈસા રોકાણ કરવાના બહાને છેતરપિંડી કરાઈ
- ધાનેરા પોલીસે છેતરપિંડી આચરનાર ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો
- ધાનેરમાં ચેરમાં પૈસા રોકાણ કરવાના બહાને છેતરપિંડી કરાઈ
ધાનેરામાં દોઢ કરોડની છેતરપિંડી
બનાસકાંઠા: ધાનેરા તાલુકાના નાનામેડા ગામે 'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે' આ કહેવતને સાર્થક કરતી ઘટના બની છે. નાનામેડા ગામમાં રહેતા માસુંગભાઈ પટેલ ખેડૂત પુત્ર છે અને ધાનેરામાં જવેલર્સનો શો-રૂમ ધરાવે છે. જેમને તેમના મિત્ર ભરત ચૌધરીએ 2016ની સાલમાં સ્વીઝરલેન્ડમાં એક એન્ટિક નેકડ ચેર છે, જેમાં એક કાચનો પદાર્થ છે, જે ગ્રહો જોવામાં વપરાય છે અને આ ચેર 1600 વર્ષ જૂની છે જેની કિંમત કરોડોમા છે. જેમાં રોકાણ કરવાથી કરોડો રૂપિયાનો ફાયદો થશે, તેવી લાલચ આપી તેમને વિશ્વાસમાં લીધા હતા બાદમાં તેમના ભરત ચૌધરી સહિત 4 ભેજાભાજ ટોળકીએ માસુંગભાઈ પાસે આ ચેરમાં રોકાણ કરાવ્યું હતું. 2016થી અત્યાર સુધી આ ચાર શખ્સોએ માસુંગભાઈ પાસેથી અલગ- અલગ સમયાંતરે કુલ 1.48 કરોડ રૂપિયા પડાવ્યા હતા.
ધાનેરામાં દોઢ કરોડની છેતરપિંડી સરકારી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી છેતરપિંડી કરાઈ
આ સમય દરમ્યાન આ ચારેય શખ્સોએ માસુંગભાઈ લઈને વિશ્વાસમાં લેવા માટે સ્વીઝરલેંડમાંથી આવેલા ભારતીય એમ્બેસીના સહી સિક્કા વાળો લેટરપેડ, મુંબઈ પોલીસ કમિશનરના ફોટા, મોબાઈલ નંબર અને પોલીસ મથકના સહી સિક્કા વાળો લેટરપેડ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલ ઓફીસના લેટરપેડ વેગેર ડોક્યુમેન્ટ પણ વોટ્સએપ દ્વારા આપેલા હતા, જોકે હવે પાંચ વર્ષ બાદ રોકાણ કરેલા પૈસા પરત માગતા અને ચેર અંગે પણ કોઈ જ માહિતી ન આપતા માસુંગભાઈએ આ શખ્સો પાસે ઉઘરાણી શરૂ કરી હતી અને બાદમાં આ શખ્સોએ તેમના પૈસા પરત આપવાની જગ્યાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમણે ધાનેરા પોલીસ મથકે આ ટોળકી સામે ફરિયાદ નોંધાવી છે.
ધાનેરામાં દોઢ કરોડની છેતરપિંડી ધાનેરામાં દોઢ કરોડની છેતરપિંડી ધાનેરા પોલીસે છેતરપિંડી આચરનાર ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો
આ સમગ્ર ઘટનામાં માસુંગભાઈની ફરિયાદના આધારે ધાનેરા પોલીસે છેતરપિંડી આચરનાર ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને અન્ય લોકો પણ આ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તે સમગ્ર કેસ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે રમેશ અરજણ ચૌધરી, વેલા અજા ચૌધરી, સલીમ કાલુમિયા ફારૂકી, રાકેશ રાયચંદ ખત્રી આ ચાર આરોપીને ઝડપ્યા છે.