બનાસકાંઠા : હાલ સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર છે. સરકાર દ્વારા વારંવાર સ્વચ્છતા રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. છતાં પણ કેટલાંક વિસ્તારમાં લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડીસા તાલુકા માલગઢ ખાતે આવેલ જોધપુરીયા ઢાણી ખાતે ઉંચાણવાળા વિસ્તારમાં ગટરનું કનેક્શન આપવામાં આવ્યું છે. ગટરના પાણીનો નિકાલ એક કુવામાં કરવામાં આવી રહ્યો છે. પરંતુ કૂવો ગટરના પાણીથી ઉભરાઈ જતા તેનું પાણી મંદિરના ચોરા આગળ એકઠું થતાં આજુ-બાજુના લોકો ગટરના પાણીની દુર્ગધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ડીસાના માલગઢ જોધપુરીયા ઢાણીમાં લોકો ગંદકીથી ત્રાહિમામ - In Deesa people are bothered by dirt.
ડીસાના માલગઢ ગામ ખાતે આવેલા જોધપુરીયા ઢાણીમાં ગટરનું પાણી મંદિરના ચોરા પાસે એકઠું થતાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.
ડીસા
હાલ એક બાજુ કોરોના વાયરસનો કહેર છે. તો બીજી તરફ આ દુર્ગધ મારતું ગટરનું પાણી લોકોના માથાંના દુખાવા સમાન બની ગયું છે. આજુ-બાજુના લોકો દ્વારા સ્થાનિક સરપંચને જાણ કરતા આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. તો સ્થાનિક લોકોની માંગ છે કે, ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ આવે.