બનાસકાંઠાઃ બનાસકાંઠામાં શુક્રવારે વધુ 8 દર્દીઓ કરોનાને માત આપી સ્વસ્થ થયા છે. પાલનપુર કોવિ઼ડ હોસ્પિટલમાંથી આઠ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી, અત્યાર સુધી કુલ 49 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ 8 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ - banaskatha news
બનાસકાંઠામાં શુક્રવારે વધુ 8 દર્દીઓ કરોનાને માત આપી સ્વસ્થ થયા છે. પાલનપુર કોવિ઼ડ હોસ્પિટલમાંથી આઠ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી, અત્યાર સુધી કુલ 49 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રેડ ઝોનમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે વધુ 8 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. ત્યારે જિલ્લાના 14 માંથી 11 તાલુકા કોરોના ગ્રસ્ત થયા હતા જેમાં સુરતથી આવેલા પાંચ વર્ષિય બાળકને સૌપ્રથમ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું અને ત્યારબાદ અત્યાર સુધી કુલ 85 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે તમામને પાલનપુર કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જે 85 કેસો નોંધાયા છે તેમા 15 બહારથી આવેલા જ્યારે 70 લોકલ સંક્રમણના કારણે કોરોના ગ્રસ્ત થયા હતા. જેમાં અત્યાર સુધી સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે જ્યારે શુક્રવારે પાલનપુર કોવિડ હોસ્પિટલમાંથી આઠ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી. અત્યાર સુધી 49 દર્દીઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા છે.