ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાની મંડાર પોલીસે અમૂલ દૂધના ટેન્કરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો - દારુના સમાચાર

રાજ્યમાં દારુ બંધી હોવા છતા દારુનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે. બનાસકાંઠાની મંડાર પોલીસ બોર્ડર પર વાહન ચેકિંગમાં હતી, ત્યારે અમૂલ દૂધના ટેન્કરની તલાશી લેતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે હાલ મુદ્દામાલ સહિત બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

BANASKANTHA
BANASKANTHA

By

Published : Sep 27, 2020, 7:19 PM IST

બનાસકાંઠા: રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. જેમાં આજે અમૂલ દૂધના ટેન્કરમાં પણ હવે દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. હરિયાણાથી ગુજરાતમાં નવી મોડસ ઓપરેન્ડીથી દારૂ લવાતો હતો, ત્યારે રાજસ્થાનના મંડાર પોલીસે દારૂ ભરેલું અમૂલ દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું છે. પોલીસે 186 કાર્ટૂન દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details