બનાસકાંઠાઃ જિલ્લામાં બાદરપુરા ગામમાં ડેપ્યુટી સરપંચ અને સભ્ય પતિ પત્નીને સસ્પેન્ડ કરાયા હતા. 4 બાળકો હોવા છતાં પણ ખોટું સોગંદનામું રજૂ કરી હોદ્દો મેળવતા પતિ-પત્નીને સસ્પેન્ડ કરાયા હતા.
બાદરપુરા ગામમાં ડેપ્યુટી સરપંચ અને સભ્ય પદ પરથી પતિ-પત્નીને સસ્પેન્ડ કરાયા
બનાસકાંઠાના બાદરપુરા ગામમાં પતિ-પત્નીને ખોટું સોગંદનામું રજૂ કરી ડેપ્યુટી સરપંચ અને સભ્ય પદ પ્રાપ્ત કરતા તેની હાઈકોર્ટમાં અરજી તેને સસ્પેન્ડ કરાયા હતા.
બનાસકાંઠામાં પાલનપુર તાલુકાના બાદરપુરા ગામના ડેપ્યુટી સરપંચ અને સભ્ય પતિ-પત્નીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. બાદરપુરા ગામના ડેપ્યુટી સરપંચ અયુબ ધોળકિયા અને તેમના પત્ની સુલતાના બેન ગ્રામપંચાયતમાં સભ્ય તરીકે સેવા આપતા હતા. ચૂંટણી સમયે બંને પતિ-પત્નીએ 4 બાળકો હોવા છતાં પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું અને ખોટું સોગંદનામું રજૂ કર્યા બાદ તેઓ ચૂંટણી જીતી ડેપ્યુટી સરપંચ અને સભ્ય તરીકે સેવા આપતા હતા.
જોકે આ બાબત ધ્યાને આવતા ગામના જાગૃત નાગરિક મગનભાઈ ઠાકોરે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને બાદમાં હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના આદેશના પગલે પાલનપુર તાલુકા વિકાસ અધિકારીએ બંને પતિ પત્ની ડેપ્યુટી સરપંચ અને સભ્ય તરીકેના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.