ગુજરાત

gujarat

ETV Bharat / state

102 લોકો કન્ટેનરમાં છુપાઈને જઈ રહ્યાં હતા, પોલીસે કરી અટકાયત - બનાસકાંઠા કોરોના અપડેટ

લોકડાઉન હોવા છતાં પણ બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી કન્ટેનરમાં છુપાઈને પોતાના વતનમાં જઈ રહેલા 102 લોકો ઝડપાયા છે. જ્યારે કન્ટેનરના ડ્રાઇવરને કંડક્ટર ફરાર થઈ જતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

hundred and two people found in truck container
102 લોકો કન્ટેનરમાં છુપાઈને જઈ રહ્યાં હતા, પોલીસે કરી અટકાયત

By

Published : Apr 18, 2020, 4:37 PM IST

બનાસકાંઠા : સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. અને દરેક લોકોને જ્યાં હોય ત્યાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. તેમ છતાં પણ કેટલાક પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે.

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી પણ કન્ટેનરમાં છુપાઈને જતા 102 લોકોને પોલીસે ઝડપી પાડયા છે. મોરબીથી રાજસ્થાનના અલવર તરફ જઈ રહેલું કન્ટેનર અમીરગઢ બોર્ડર પર આવતા જ પોલીસને શંકા ગઈ હતી. જેથી બોર્ડર પર રહેલી પોલીસે આ કન્ટેનર થોભાવીને તપાસ કરતા તેમાંથી 21 બાળકો સહિત કુલ 102 લોકો સંતાયેલા મળી આવ્યા હતા. જો કે, કન્ટેનર થોભાવતા જ કંડકટર અને ડ્રાઇવર પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા. અમીરગઢ પોલીસે આ કન્ટેનર જપ્ત કર્યું છે.

102 લોકો કન્ટેનરમાં છુપાઈને જઈ રહ્યાં હતા, પોલીસે કરી અટકાયત

કન્ટેનરમાં છુપાઈને પોતાના વતન જઈ રહેલા 102 લોકોની આરોગ્યની તપાસ કરી અંબાજીના શેલ્ટર હોમ ખાતે કોરોન્ટાઇન કર્યા છે. તેમજ કન્ટેનરના ચાલક અને કંડક્ટર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

102 લોકો કન્ટેનરમાં છુપાઈને જઈ રહ્યાં હતા, પોલીસે કરી અટકાયત
102 લોકો કન્ટેનરમાં છુપાઈને જઈ રહ્યાં હતા, પોલીસે કરી અટકાયત

ABOUT THE AUTHOR

...view details